Book Title: Pravachana Ratnakar 09
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 440
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ને પૂર્ણ આનંદ પ્રગટ થશે. અહાહા....! જેમ પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે તેમ તારા સ્વભાવની પૂર્ણકળાએ ચૈતન્યચંદ્ર ખીલી ઉઠશે. અહો! સમ્યગ્દષ્ટિ થઈને તત્ત્વષ્ટિથી દેખનારને રાગદ્વેષ કાંઈ જ નથી. અને તેને ઘાતિકર્મો નાશ થઈને કેવળજ્ઞાન ઉપજે છે. લ્યો, આનું નામ ધર્મની ક્રિયા છે. ‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી' એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ * કળશ ૨૧૯ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘તત્ત્વદયા ’તત્ત્વદષ્ટિથી જોતાં, રાગ-દ્વેષ ઉત્પાવરું અન્યત્ દ્રવ્ય ગ્વિન અપિ ન વીક્ષ્યતે' રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, ‘યસ્માત્ સર્વ-દ્રવ્યઉત્પત્તિ: સ્વસ્વમાવેન અન્ત: અત્યન્ત વ્યા વાસ્તિ' કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. અહાહા...! શું કહે છે? કે તત્ત્વદષ્ટિથી અર્થાત્ વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું ‘અન્યત્ દ્રવ્ય ગ્વિન અપિ ન વીક્ષ્યતે' અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. અહાહા...! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તેને જડ કર્મ વિકાર જરાય ઉપજાવી શકતું નથી વિકાર કર્મને લઈને થાય છે એમ કોઈ માને એ તો એનું મૂઢપણું છે. આત્માને જે પુણ્ય-પાપના ને રાગદ્વેષનાં ભાવ ઉત્પન્ન થાય છે તે, કહે છે, પદ્રવ્યથી બીલકુલ ઉપજતા નથી. જડકર્મથી રાગદ્વેષાદિ ઉપજે છે એમ ત્રણકાળમાં છે નહિ. વર્તમાનમાં જૈનોમાં–કોઈ પંડિતો ને ત્યાગીઓમાં પણ ઊંધી માન્યતાનું એવું લાકડું ગરી ગયું છે કે- ‘કર્મને લઈને જીવને વિકાર થાય છે' એમ તેઓ માને છે. પણ ભાઈ! એ દૃષ્ટિ તારી વિપરીત છે. જરા વિચાર તો કર કે આચાર્ય શું કહે છે! અહા! આચાર્ય કહે છે-તત્ત્વદષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું કર્મ આદિ પરદ્રવ્ય જરાય દેખાતું નથી. ભાઈ! ૫૨દ્રવ્ય-કર્મ વગેરે નિમિત્ત હો, પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે એ તે પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે જ ઉત્પન્ન થાય છે, કર્મનું એમાં કાંઈ કાર્ય નથી. સમજાય છે sirs...! ત્યારે કોઈ વળી કહે છે- જીવને વિકાર થવામાં જીવના ઉપાદાનના ૫૦ ટકા અને જડકર્મના ૫૦ ટકા માનો તો? અરે, શું કહે છે ભાઈ ! તારી એ માન્યતા તદ્દન અજ્ઞાન છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે- તત્ત્વષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી; ‘ગ્વિન પિ ન વીક્ષ્યતે' છે કે નહિ પાઠમાં ? જીવને વિકાર ઉપજે છે તેમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443