________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૧૮]
[ ૭૯ વિરક્ત છે. એટલે શું? કે તે ભાવ મારા છે એમ જ્ઞાનીને સ્વીકાર નથી. અહા ! સમકિતી ધર્માત્મા કોઈ રાજપાટમાં હો તોપણ રાજપાટ એને મન ધૂળધાણી છે. રાગનો એક કણ પણ મારો છે એમ ધર્મી પુરુષ સ્વીકારતા નથી. આવે છે ને કે
ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિટુ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. અહાહા...! રાજપાટ તો હું નહિ પણ એક સમયની પર્યાયનો જે ભેદ પડે છે તેય હું નહિ હું તો શુદ્ધ એક ચિન્માત્ર-વસ્તુ આત્મા છું એમ સમકિતી-જ્ઞાની અનુભવે છે. સમજાણું કાંઈ..?
“જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન” –એટલે શું? કે જેમાંથી ભેદ નામ પુણ્ય-પાપનો રાગ ભિન્ન પડી ગયો છે અને જેમાં અભેદ એક નિત્યાનંદ-સ્વરૂપનું સંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે એવું ભાવશ્રુતજ્ઞાન. અહાહા...! દ્રવ્યશ્રુતજ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલાં શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ જે વિકલ્પ છે તે જેમાંથી દૂર થઈ ગયા છે એવું જે ભાવશ્રુતજ્ઞાન તેના સભાવને લીધે જ્ઞાની પરથી અત્યંત વિરક્ત છે. આવી વાત !
ભગવાન આત્મા સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તે વિકલ્પથી નહિ પણ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવો નિર્વિકલ્પ અચિંત્ય પદાર્થ છે. અહાહા..! ભાવશ્રુતજ્ઞાનમાં આખો આનંદનો નાથ એવો આત્મા સ્વયપણે જણાય છે. આવા ભાવશ્રુતજ્ઞાનનો જ્ઞાનીને સદ્ભાવ હોવાને લીધે તે પરથી અર્થાત્ રાગાદિ ભાવોથી અત્યંત વિરક્ત છે. આ પ્રમાણે પરથી અત્યંત વિરક્ત હોવાથી જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને અર્થાત્ હરખ-શોક, રતિ-અરતિ આદિ ભાવને સ્વયમેવ છોડે છે.
અરે! શુદ્ધ આત્માના જ્ઞાન વિના આ જીવે નરકાદિના અનંત અનંત ભવ પૂર્વે કર્યા છે. દૂર પરિણામના ફળરૂપે જીવ નરકગતિમાં અવતાર ધારણ કરે છે. અહા ! એ નરકગતિના દુઃખનું શું વર્ણન કરીએ? ૨૫ વર્ષનો જુવાન-જોધ રાજકુમાર હોય અને એને જમશેદપુરની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે તીવ્ર દુઃખ થાય એથી અનંતગણું દુ:ખ ત્યાં નરકમાં હોય છે. વળી ત્યાં ઓછામાં ઓછા દસ હજાર વર્ષથી માંડીને ઉત્કૃષ્ટ અસંખ્યાત અબજો વર્ષ પર્વતની (૩૩ સાગરોપમ પર્વતની) આયુની સ્થિતિ હોય છે. ત્યાં એક પળ જાય ને અનંતુ દુઃખ થાય એવા સ્થાનમાં પ્રભુ! તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂક્યો છે. અહીં અત્યારે મનુષ્યપણું મળ્યું ને થોડી સગવડતા મળી ત્યાં તું બધું ભૂલી ગયો ! અરે ભાઈ ! આ અવસરમાં જ સ્વરૂપનું જ્ઞાન ન કર્યું તો માથે નરકાદિનાં દુઃખ ઉભાં જ છે માનો.
અહાહા..! અંદર આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. તેનાથી ઉલટો ભાવ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com