________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ (વસન્તતિનેT) ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावा
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।।१९८।। શ્લોકાર્થ:- [ જ્ઞાની ફર્મ ન રોતિ ન વેયક્ત ] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [તસ્વભાવ માં વિરુન વનમ્ નાનાતિ] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [પર નાનન] એમ કેવળ જાણતો થકો [ વરણ–વેનયો: સમાવાત] કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના) અભાવને લીધે [ શુદ્ધ-સ્વભાવનિયત: સ: દિ મુp: ] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
ભાવાર્થ- જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.
સમયસાર ગાથા ૩૧૮ : મથાળું હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે-એવો નિયમ કરવામાં આવે છે:
* ગાથા ૩૧૮: ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થાય છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (-જ્ઞાન હોય ત્યારે-) પરદ્રવ્યને “હું' પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી.'
“જ્ઞાની તો...' અહાહા...! જ્ઞાની નામ ધર્મી એને કહીએ જેને પોતાના શુદ્ધ એક જ્ઞાતાદટાસ્વરૂપ ત્રિકાળી ધ્રુવની દષ્ટિ થઈ છે. અહાહા..! પૂર્ણાનંદનો નાથ પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ પોતે આત્મા છે તેનો પોતાની દશામાં જેને સ્વીકાર થયો છે તે જ્ઞાની છે. અહીં કહે છે-જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના સદ્દભાવને લીધે પરથી અત્યંત વિરક્ત છે. ભાઈ ! આ પુણ્ય-પાપ કે હુરખ-શોક ઇત્યાદિ જે પરિણામ થાય એનાથી જ્ઞાની અત્યંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com