________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ ભાઈ ! પંચમહાવ્રતાદિ પાળવાના વિકલ્પ છે તે રાગ છે અને તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. કોઈ નગ્ન દિગંબર સાધુ થયો હોય, મહાવ્રતાદિ પાળતો હોય અને તે વડે પોતાને ધર્મ થવાનું માનતો હોય તો તે સ્વપરના એકત્વ-શ્રદ્ધાનના કારણે મિથ્યાદષ્ટિ છે. બહુ આકરી વાત ભાઈ ! પણ આ સત્ય વાત છે.
ભાઈ ! સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ અલૌકિક છે, જગતથી નિરાળો છે. જગત રાગથી ધર્મ થવાનું માને છે, જ્યારે ભગવાન કેવળીનો મારગ એક વીતરાગસ્વભાવ
સ્વરૂપ છે. અહીં કહે છે–વીતરાગસ્વભાવી આત્મા અને પ્રકૃતિનો સ્વભાવ જે રાગ-તે બન્નેને જ્યાં સુધી જીવ એક માને છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. અહા ! દેવાદિ સંબંધી શુભ વિકલ્પ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થશે એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. અરે બાપુ! આવા શુભ વિકલ્પ તો તે અનંતવાર કર્યા છે; પણ વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માનું દર્શન-શ્રદ્ધાન કર્યા વિના સમ્યગ્દર્શન થયું નહિ. જરા વિચાર કર ભાઈ !
' અરે ! જૈન સંપ્રદાયમાં જન્મ થયો, પણ જૈન પરમેશ્વરે કહેલું જૈનતત્ત્વ શું છે એની એને ખબર નથી ! ભગવાન આત્મા પોતે જિનસ્વરૂપ છે, જિનસ્વભાવ છે.
જિન સોહી હે આત્મા, અન્ય સોહી હે કર્મ
યહી વચનને સમજ લે, જિનપ્રવચનકા મર્મ. અહાહા...! ભગવાન આત્મા જિનસ્વરૂપ પરમ વીતરાગસ્વરૂપ છે. જો એમ ન હોય તો વીતરાગતા પ્રગટે ક્યાંથી ? શું વીતરાગતા બહારથી આવે છે? ના, બીલકુલ નહિ. અહાહા...! આત્મા સ્વભાવથી જ જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, આનંદસ્વરૂપ, ઈશ્વરસ્વરૂપ છે. તેને જ્યાં સુધી રાગસ્વરૂપ માને, રાગ સાથે એકમેકપણે માને ત્યાં સુધી જીવ મિથ્યાદષ્ટિ છે.
જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ નિર્મળ જીવસ્વભાવ રે,
જિન વીરે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ રે. ઓહો! જીવનો સ્ફટિકમણિ સમાન નિર્મળ સ્વભાવ છે. આ પુણ્ય-પાપના મલિન ભાવ તે પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિ. ભાઈ ! નિશ્ચયથી રાગ પુદ્ગલનો સ્વભાવ છે. કેમ? કેમકે રાગ નીકળી જાય છે. રાગ છે તે પ્રકૃતિના સંગમાં ઉત્પન્ન થયેલો ઔપાધિકભાવ છે અને તે પ્રકૃતિનું નિમિત્ત મટતાં નીકળી જાય છે. ભગવાન સિદ્ધને સર્વથા રાગ હોતો નથી. નીકળી ગયો હોય છે. માટે રાગ જીવનો સ્વભાવ નથી પણ પુદ્ગલપ્રકૃતિનો સ્વભાવ છે. આમ હોવા છતાં રાગ અને પોતાના સ્વભાવને જ્યાં સુધી એકમેકપણે માને ત્યાં સુધી જીવ મિથ્યાષ્ટિ છે. ભાઈ ! ભગવાને પણ પુણ્ય-પાપરૂપ કષાયના અભાવરૂપ એક વીતરાગભાવને ધર્મ કહ્યો છે. બાપુ! તું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com