________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
[ ૩૯ શેરડીનો રસ પીતો હોય તેમ, નિજ આનંદ-અમૃતને ઘૂંટ ભરી ભરીને પીએ છે. અરે! પણ બીજા (નગુરા) તો પ્યાસા જ રહી જાય છે.
જુઓ, આ આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં તે કર્તા કેમ થાય છે એની આ વાત ચાલે છે. શું કહે છે? કે આત્મા નિજરસથી એટલે કે સ્વસ્વભાવથી રાગાદિરહિત નિર્મળ છે. કેવો છે સ્વભાવ? તો કહે છે-સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે.
અહાહા..! ત્રણકાળ ત્રણલોકમાં જે અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે તે સમસ્ત ક્ષણમાત્રમાં જાણવાની શક્તિવાળો-સ્વભાવવાળો પ્રભુ આત્મા છે. અહીં અકર્તાસ્વભાવની સિદ્ધિ કરે છે ને! કહે છે-આખો લોકાલોક (સ્વ ને પર) જેમાં જાણવામાં આવે છે એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે; પરંતુ લોકાલોકની કોઈ ચીજને કરે વા રાગને કરે એવો એનો સ્વભાવ નથી. અહાહા..! આવી સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશની અતિ ઉજ્વલ વિશુદ્ધ જ્યોતિ ભગવાન આત્મા છે.
ત્યારે કોઈ કહે છે- અમને આત્મા જાણવામાં આવતો નથી.
તેને પૂછીએ છીએ કે ભાઈ ! આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તે ક્યાં ઊભા રહીને કર્યો? સ્વભાવમાં કે વિભાવમાં? આત્માનો ચૈતન્યસ્વભાવ તો પ્રભુ! આવો છે કે સ્કુરાયમાન થતી જ્ઞાનની જ્યોતિઓ વડે આખા લોકાલોકમાં વ્યાપી જાય. અહાહા...! સ્વ-પર સમસ્તને જાણવાનું ભવન-પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. પણ બાપુ! તું પરના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં ઊભો છે તો તને આત્મા કેમ જણાય? ન જણાય; કેમકે પરનું કાંઈ કરવું કે રાગનું કરવું એ એનો સ્વભાવ જ નથી. સમજાય છે કાંઈ.? ભાઈ ! આ તો ન્યાયથી-લોજીકથી વાત છે. જેવી ચીજ છે તેવી તેને જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ જાય છે.
કોઈને થાય કે આ તો આત્માની એકની એક વાત ફરીફરીને કહે છે. પણ બાપુ! આ તો કદી નહિ સાંભળેલી અધ્યાત્મતત્ત્વની વાત ભાઈ ! તેમાં પુનરૂક્તિ કાંઈ દોષ નથી. અહીં કહે છે-આ રીતે શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને અન્ય જીવ ઇત્યાદિ પરદ્રવ્ય અને દયા, દાન, ભક્તિ, તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પરભાવો-એ બધાયનો આત્મા અકર્તા સિદ્ધ થયો; કારણ કે ભગવાન આત્મા સર્વને જાણવાથી વ્યાપ્ત થયો છે, પણ સર્વને કરવાથી વ્યાપ્ત થાય એવો એનો સ્વભાવ નથી. ભાઈ જરા ધીરજ કેળવીને શાંતિથી આ વાત સમજવી, કેમકે આ તો અંત:તત્ત્વ જે સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યું અને કહ્યું તે તને કહેવાય છે.
અહા ! પ્રભુ! તું કોણ છો ? તો કહે છે-નિજરસથી નિર્મળ જ્ઞાતા-દષ્ટા સ્વભાવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com