________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ઇચ્છાનુસાર શરીરમાં ક્રિયા થાય છેણ. માટે શરીર એ જ આત્મા છે આવો તે અજ્ઞાનીઓનો મત છે. આ ચાર્વાક મત છે.
ચાર બોલ પુરા થયા. હવે પાંચમો બોલ કહે છે. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય-પાપનું કરવું-એટલું જ માત્ર દેખાય છે. પરંતુ શુભ અને અશુભ ભાવો એનાથી ભિન્ન આત્મા એને જણાતો નથી. પણ એ ભિન્ન જણાતો નથી એવો નિર્ણય તો શાને કર્યો ને? પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દષ્ટિ જતી નથી. અહીં પુણ્ય-પાપના ક્તની વાત લીધી છે. શુભાશુભ ભાવના હ્ન થઈને પરિણમવું-એનાથી ભિન્ન આત્મા અજ્ઞાનીને દેખાતો નથી.
હવે છઠ્ઠો બોલ ભોક્તાનો કહે છે. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્ર-મંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. કારણ કે સુખ-દુ:ખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનીને એની તરફ નજર નથી. એ તો શાતામાં મંદ અને અશાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ તેને જ જાણે છે અને તેથી એ જ જીવ છે એમ માને છે. શાતાના અનુભવમાં સુખનું (અલ્પ દુઃખનું) વેદના અને અશાતાના અનુભવમાં (તીવ્ર) દુઃખનું વેદન દેખાય છે. તેથી તે અજ્ઞાનવશ જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તેને જ જીવ માને છે.
અજ્ઞાનીની દષ્ટિ નિરંતર પર્યાય ઉપર જ રહેતી હોય છે. વસ્તુતત્ત્વ જે ચૈતન્યમૂર્તિ ત્રિકાળી શુદ્ધ આત્મા તેની એને દૃષ્ટિ જ નથી. તેથી શાતા-અશાતાના ઉદયમાં જે મોહ-જનિત સુખ-દુઃખનું વદન તેનાથી ભિન્ન શુદ્ધ આત્મજનિત વેદન હોઈ શકે છે એવું એને ભાસતું જ નથી. આમ પર્યાયબુદ્ધિ જીવો, અનંતશક્તિમંડિત જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય તેની દષ્ટિનો અભાવ હોવાથી, સુખ-દુઃખની કલ્પના સ્વરૂપ જે શાતા-અશાતાનું વદન હોય છે તેને જ ભ્રમવશ આત્મા માને છે.
હવે સાતમો બોલઃ-કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાની કહે છે કે કર્મરહિત આત્મા થાય એવું તો કાંઈ જણાતું નથી. અહાહા....! નિશ્ચયથી વસ્તુ તો ત્રિકાળ કર્મરહિત જ છે. પરંતુ એ વસ્તુના સ્વભાવ ઉપર દૃષ્ટિ કરે તો ને? એ તો અવસ્થામાં આત્મા અને કર્મ ઉભયરૂપ મળેલાં જુએ છે અને તેથી તેને જ આત્મા માને છે. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી, નથી–એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. (જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com