________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
(માલિની) परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
છે? [સર્વમાવાન્તરઝિવે] પોતાથી અન્ય સર્વ જીવા જીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો) થી શુદ્ધ આત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થ- અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃવાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છધ, અભેધ, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત, જિન, આમ, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ;
સૌ જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ ભૂપ. -૧ હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છે:
શ્લોકાર્થ- [ અનેકાન્તમયી મૂર્તિ ] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [ નિત્યમ વ] સદાય [પ્રવેશતાન્] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ ? [અનન્તવર્મા: પ્રત્યાત્મન: તત્ત્વ ] જે અનંત ધર્મવાળો છે અને જે પદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com