Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 295
________________ ગાથા – ૪]. [૨૮૩ (હવે ૭૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (અનુષ્ટ્રમ) रत्नत्रयमान् शुद्धान् भव्यांभोजदिवाकरान् । उपदेष्ट्दनुपाध्यायान् नित्यं वंदे पुनः पुनः ॥१०५॥ | (લોકાર્થ:-) રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક –એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું . ૧૦૫. આ ગાથા - ૭૪ ઉપરનું પ્રવચન ? આ, અધ્યાપક (અર્થાત ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.” (ઉપાધ્યાયો કેવા હોય છે?)' - જૈનના ઉપાધ્યાય કેવા હોય છે? કે, ‘(૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા હોય છે. કહે છે કે અંદર ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા અવિચલિત છે, અખંડ છે, અદ્વૈત છે – ગુણ-ગુણીના ભેદ પણ તેમાં નથી અને પરમ ચિટૂપ છે – ત્રિકાળી જ્ઞાનરૂપ છે. આવું આત્મસ્વરૂપ છે તેનું શ્રદ્ધાન થવું અર્થાત્ આત્માની શ્રદ્ધા થવી એ સમકિત છે. લ્યો, નવ તત્ત્વની શ્રદ્ધા કે દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધા એ સમકિત નથી, કેમ કે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપની–પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા તે સમકિત છે. આત્માની સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતિતી કરવી તેનું નામ સમક્તિ છે. અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિટૂપનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. જેયું? આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે એમ કહે છે. અર્થાત્ શાસ્ત્રના ભણતરરૂપ જ્ઞાન એ જ્ઞાન નથી. અરે! અજ્ઞાની તો શાસ્ત્રની થોડી વાત મોઢે આવડે એટલે કહેવા માંડે છે અને પોતાને જ્ઞાની માને છે.) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિકૂપનું અનુષ્ઠાન એટલે કે આત્માના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. અહા! આત્મસ્વરૂપમાં રમણતા તે અનુષ્ઠાન છે, ચારિત્ર છે, વિધાન

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316