Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 312
________________ ထ] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે: (વાસ્થ) "कु सूलगर्भस्थितबीजसोदरं भवेद्विना येन सुदृष्टिबोधनम् । तदेव देवासुरमानवस्तुतं નમામિ નેન ચરાં પુનઃ પુનઃ ” “(શ્લોકાર્થ:-) જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.” વળી (આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે): (માર્યો) शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः । प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ॥१०७॥ (શ્લોકાર્થ:-) આચાયોએ શીલને (-નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ (-અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઈંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316