Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 314
________________ ૩૦૨] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ હેતુભૂત છે. જુઓ, વ્યવહારચારિત્રની વાતમાં ‘પંચમગતિના હેતુભૂત” એવા શબ્દ ન હતા. જ્યારે આ નિશ્ચયચારિત્ર પંચમગતિના હેતુભૂત છે - મોક્ષનું કારણ છે - એમ કહે છે. અંદર પરમ પંચમભાવમય ધ્રુવસ્વભાવ છે તેમાં લીનતા થવી તે નિર્વિકારી નિર્વિકલ્પ દશા - વીતરાગી પરિણતિ - છે અને તે નિશ્ચયચારિત્ર છે કે જે પંચમગતિનું - મોક્ષનું કારણ છે. પરમ પંચમભાવમય ધ્રુવ એ દ્રવ્ય છે અને તેમાં લીનતા એ વર્તમાન વીતરાગી પરિણતિ છે. અહીં જુઓ, પરમ ચારિત્ર શુદ્ધનિશ્ચયનયનો વિષય છે એમ (ભેદથી) ન કહેતાં તે પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનયસ્વરૂપ છે એમ કહે છે. અર્થાત્ પરમ ચારિત્રની પરિણતિને જ શુદ્ધ નિશ્ચયનયસ્વરૂપ કહી છે. તો, આવું પરમ ચારિત્ર દેખવાયોગ્ય છે, અનુભવવાયોગ્ય છે તેમ જ આવી સ્થિરતા કરવાયોગ્ય છે. અને તેનો અધિકાર (તેની વાત) પાંચમા અધિકારમાં કહીશું એમ કહે છે. આધારના શ્લોક ઉપરનું પ્રવચન કરે સ્વરૂપની રમણતા તે ચારિત્ર છે અને તે ચારિત્રની પ્રધાનતા આ શ્લોકમાં બતાવે છે. જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે.” જેમ કોઠારમાં રહેલું બીજ ઉગે નહીં, પાકે નહીં તેમ ચારિત્ર વિના માત્ર એકલા સમ્યગ્દર્શન-શાનથી મુક્તિ થાય નહીં. પણ ચારિત્રનું પરિણમન થાય ત્યારે મુક્તિ થાય એમ કહે છે. જુઓ, સમ્યગ્દર્શન-શાનને અનાજ જેવાં તો કહ્યા, પણ માત્ર તેનાથી જ મુક્તિરૂપી ફળ મળતું નથી એમ સિદ્ધ કરે છે. મુક્તિ માટે તો સમ્યગ્દર્શન-શાન સાથે ચારિત્રની પણ પરિણતિ જોઈએ. તે (ચારિત્ર) ન હોય ત્યાંસુધી સમ્યગ્દર્શન-શાન કોઠારમાં રહેલાં અનાજ-બીજ જેવાં છે. “તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોકત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.” જેના વિના સમ્યગ્દર્શન-જ્ઞાન કોઠારમાં રહેલાં બીજ જેવાં છે તે ચારિત્રનું સ્વર્ગના દેવો, અસુર દેવો અને માનવ પણ સ્તવન કરે છે. અહીં પશુ ને નારકી લીધા નથી. તો, કહે છે કે દેવ એટલે વૈમાનિક દેવ, અસુર એટલે નીચે ભવનોમાં રહેલા દેવ અને માનવ—આ બધાથી સ્તવવામાં આવેલું ને પરમેશ્વરે કહેલું એવું જૈન ચારિત્ર છે તેને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316