Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 306
________________ ૨૯૪]. [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ નહીં અને અત્યંતરમાં રાગનો કણ પણ હોય નહીં. - આ કારણે મુનિ નિગ્રંથ છે એમ કહે છે. મુનિ નિગ્રંથ કેમ છે? કેમ કે તેમને બાહ્ય-અભ્યતર ગ્રંથનો રાગ છૂટી ગયો છે. તેમને બાહ્યમાં વસ્ત્રનો કટકો અને અત્યંતરમાં રાગ–એ બધો પરિગ્રહ છૂટી ગયો છે. તેથી સાધુને નિગ્રંથ કહેવામાં આવે છે. હવે, સાધુ નિમોહ છે એમ કહે છે : “(૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્થા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ.” અહીં કહે છે કે સાધુ નિર્મોહ હોય છે. સદા નિરંજન = ત્રિકાળ શુદ્ધ. આત્મા ત્રિકાળ શુદ્ધ છે. અહા! સદા નિરંજન નિજ કારણ પ્રભુના સ્વરૂપનું – ત્રિકાળ પરમાત્મસ્વરૂપ ધ્રુવ એવા નિજ કારણસમયસારના સ્વરૂપનું – સમ્યક શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનું પરિજ્ઞાન તે સમ્યકજ્ઞાન છે અને સદા નિરંજન એવા ત્રિકાળી ભગવાન આત્માના સ્વરૂપનું સમ્યફ આચરણ તે સમ્મચારિત્ર છે. - આ ત્રણેય અર્થાત્ નિત્ય (ત્રિકાળી) ભગવાન આત્માના સ્વરૂપનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યફ આચરણ એ પરિણમનરૂપ છે હોં. તો, કહે છે કે, આત્માનું ધ્રુવ વીતરાગી સ્વરૂપ છે તેનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યફ પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે સાધુને નિમહ કહેવામાં આવે છે. જુઓ, અહીંયા એમ લીધું છે કે સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રથી પ્રતિપક્ષ મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેથી કેટલાક એમ કહે છે કે નિશ્ચયનો પ્રતિપક્ષ વ્યવહાર નથી, પણ મિથ્યા શ્રદ્ધાદિ છે. પરંતુ ભાઈ! અહીંયા કહી છે તે બીજી વાત છે અને ગાથા-૩ માં “વિપરીતના પરિવાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે” એમ જે કહ્યું છે અર્થાત્ પ્રતિપક્ષ એવા વ્યવહારથી નિશ્ચય રહિત છે, વ્યવહારનું ફળ ને વ્યવહાર—એ બન્નેથી નિશ્ચય પ્રતિપક્ષ છે એમ જે કહ્યું છે તે બીજી વાત છે. ત્યાં ત્રીજી ગાથામાં તો વ્યવહારના વિકલ્પનો અભાવ બતાવીને નિશ્ચય બતાવવો છે. જ્યારે અહીં તો, સાધુએ નિમોહ દશા પ્રગટ કરી છે તો તેની સામે આવા મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર ભાવનો અભાવ (થયો) છે એમ કહેવું છે. અહા! શું કરે? (જેને વાંધા જ ઉઠાવવા હોય તેને કેમ સમજાવવો?)

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316