Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 308
________________ ૨૯૬] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ કૌતૂહલબુદ્ધિવાળા હોય છે. પણ કંઈક પુણ્ય થશે અને અમે સ્વર્ગમાં જઈશું અથવા લોકો અમને માનશે-પૂજશે એવી ભાવના મુનિને હોય નહીં એમ કહે છે. લ્યો, જૈનના બધાય (સાચા) સાધુઓ આવા હોય છે અને બીજે તો એવા સાધુ હોતા નથી. તેથી ‘નમો તો સવ્વસાહૂ'માં બધાય – અન્યમતના પણ – સાધુ આવી જાય એમ નથી. પ્રશ્ન:- ‘મો તો સવ્વસાહૂ' માં અન્યમતના પણ સાધુ ગણશો ત્યારે જ સાધુની સંખ્યા પૂર્ણ થશે ને? સમાધાન:- હવે નાખ્યા (-ગણ્યા) અન્યમતના સાધુને? અન્યમતના સાધુ તો મિથ્યાદષ્ટિ છે. તેને શું કેવી રીતે) સાધુપણામાં ગણીએ? અહીં તો ચોથા કે પાંચમા ગુણસ્થાનવાળા પણ આ પદમાં – સાધુપણામાં ન આવે એમ કહેવું છે ત્યાં અન્યમતના સાધુની—કે જે મિથ્યાદષ્ટિ છે તેની – તો વાત જ ક્યાં રહી? અહા! સાધુ તો અતીન્દ્રિય આનંદની સેવા–સ્વરૂપનું આરાધન કરે છે, તેની આરાધનામાં જ તત્પર-લીન છે અને તેમને અહીં સાચા સાધુ કહેવામાં આવે છે. જુઓ, ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં કહ્યું છે ને? કે જેટલા સાધુના ભાવ (-ગુણ) કહ્યા છે તે બધાનો એકદેશ ભાગ (-અંશ) શ્રાવકને પણ લાગુ પડે છે. તેથી શ્રાવકને પણ નિશ્ચયરત્નત્રય પ્રગટ થયાં છે કે નહીં? એમ મારું (-પૂજ્ય ગુરુદેવશ્રીનું) કહેવું છે. ભલે શ્રાવકને નિશ્ચયરત્નત્રય એકદેશ પ્રગટ્યા છે, પણ નિશ્ચયરત્નત્રય તો પ્રગટ્યાં છે ને? અને તે પણ, શ્રાવકને શ્રદ્ધાનો એકદેશ અંશ પ્રગટ્યો છે એમ નથી, આચરણનો એકદેશ પ્રગટ્યો છે. કેમ કે એકદેશ ને સર્વદશ એ આચરણના ભાગ (-ભેદ) છે, પણ કાંઈ સમ્યગ્દર્શનના (-શ્રદ્ધાના) ભાગ નથી. મુનિને સર્વદશ સમક્તિ છે અને શ્રાવકને એકદેશ—એક અંશેસમકિત છે એમ છે? (ના, કારણ કે સમકિતના એવા ભેદ નથી.) છે શ્લોક - ૧૦૬ ઉપરનું પ્રવચન કરૂં ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે.” દેખો! ભવવાળા જીવોના ભવસુખ એમ કહ્યું છે. અર્થાત્ ઈંદ્રિયના વિષયમાં સુખ છે, આબરૂમાં સુખ છે એમ ભવમાં રહેલા અજ્ઞાની જીવોને ભવસુખની કલ્પના છે તેનાથી મુનિ વિમુખ છે. પાંચ ઇંદ્રિયના વિષયમાં, રાગમાં કે પુણ્યમાં પણ – ક્યાંય સુખ છે નહીં (એમ મુનિ માને છે).

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316