Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 301
________________ છે. ગાથા - ૭૫ છે; वावारविप्पमुक्का चउन्विहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होंति ॥७५॥ व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः । निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ॥७५।। નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુકત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરકત શ્રી સાધુ છે. ૭૫. અન્વયાર્થ:- (વ્યાપારવિપ્રમુI:) વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), (વર્તીવધારાધનાસવાર:) ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, (નિત્થા:) નિગ્રંથ અને (નિર્મોહ:) નિર્મોહ; – (દશ) આવા, (સાધવ:) સાધુઓ (મવન્તિ) હોય છે. ટીકા:- આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે. (સાધુઓ કેવા હોય છે?) (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિહ; આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316