Book Title: Pravachana Parag Author(s): Padmasagarsuri Publisher: Arunoday Foundation View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચત્કિંચિત. જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા સર્વ વ્યક્તિઓમાં વિદ્યમાન છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જુદા જુદા પ્રશ્નો અંગે જાણવાની અને તેનો તાગ મેળવવાની જિજ્ઞાસા રહેવાની. જીવનમાં ઘણા પ્રશ્નો મનમાં ઘુમરાતા હોય છે પરંતુ તેનું સમાધાન થતું નથી. જે પ્રશ્ન મનના ઊંડાણમાંથી ઉદ્દભવે છે તેનું સમાધાન થયા વગર રહેતું નથી. શાંતિ, એકચિત્ત અને મનની એકાગ્રતાથી કેટલાક પ્રશ્નોનું સ્વયં સમાધાન થઈ જાય છે. પ્રશ્ન એ ચિત્તમાં ઊઠતી લહેર છે. સમુદ્રમાં જેમ તોફાન અને વાવાઝોડું આવે ત્યારે લહેરો ઊમટે છે તેમ સંસારના કારણે આપણા ચિત્તમાં લહેરો ઊમટે છે અને તે પ્રશ્ન બની જાય છે. પાણી સ્થિર થઈ જાય ત્યારે આ લહેરો શમી જાય છે. સ્વયંને જમ્યા સિવાય, અંતરમાં ડૂબકી માર્યા સિવાય આપણે જીવન અને ધર્મનાં સત્યોને સમજી શકીએ નહીં. આત્માના વિષયમાં, ધર્મના વિષયમાં આપણે જે કાંઈ જાણવું હોય તે મનના મનોવિકાર દૂર કર્યા વગર સંભવી શકે નહીં. શરીરની આંખોથી આપણે સંસારને જોઈ શકીએ પરંતુ મનની આંખોથી આત્માની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે. જ્યાં સુધી મનમાં અંધકાર છે ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનું સમાધાન થવાનું નથી. સંઘર્ષ અને વિચારભેદથી પ્રશ્નો ઊભા થાય છે. જ્યાં સુધી સમસ્યા છે ત્યાં સુધી સંસાર છે. પૂર્ણતા પામ્યા પછી કોઈ તૃષ્ણા રહેતી નથી. ધર્મ એ જીવનનું ધારકબળ છે. જીવનની વ્યવસ્થા અને અનુશાસન છે. જ્ઞાન પ્રકાશ છે, તો ધર્મ તેની ગતિ છે. ધર્મત્વ દ્વારા આત્મત્વ પ્રાપ્ત કરવાનો મનુષ્યનો પ્રયત્ન હોવો જોઈએ. આજ સુધી જન્મેલી કોઈ પણ વ્યક્તિ પોતાની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી શકી નથી. ઇચ્છાની ખાસ તો મહાસાગર જેવી વિશાળ છે અને આકાશ જેટલી વ્યાપક છે. પ્રાપ્તિમાં તૃપ્તિ નથી. એનાથી તો આંતરજાગૃતિ શૂન્ય બને છે. શાંતિ હૃદયમાંથી પ્રગટે છે. તેને બહાર ક્યાંય શોધવાની જરૂરત નથી. સંસારનું પાણી જ્યાં સુધી મનરૂપી નાવની બહાર છે ત્યાં સુધી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 158