Book Title: Pratikramana Granth Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 9
________________ ક્રિયા માત્ર આવરણ લાવે, મારગ મોક્ષનો મૂકાવે; રાયશી-દેવશી ગાયા કરે, દવા ચોપડવાની પીવે ! ક્રમિક માર્ગમાં પચ્ચખાણ લે, કંદમૂળ કે રાત્રિભોજન; સમજ્યા વિણના પચ્ચખાણ, મોક્ષ થવા નહીં લાગે કામ ! જે દોષનું પ્રતિક્રમણ, તેનું જ કરાય પ્રત્યાખ્યાન; અક્રમ વિજ્ઞાને ખુલ્લું કર્યું, યથાર્થતાએ પ્રતિક્રમણ ! ડાઘ ધોવાં બેઠા સાધુ, ટેબલ પર સાબુ ઘસે; ભક્તો ઘસે ભોંય પર, જગ આની પર જો હસે ! ત્યાગ કરવા પચ્ચખાણ લે, ધીમે ધીમે એ છૂટી જાય; ત્યાગ્યું તેના પચ્ચખાણ લે, ક્યાં આ સમજણને પુગાય ! ઈર્યાપથિકિનું પ્રતિક્રમણ, ક્રમિકમાં કરવું પડે; અક્રમમાં દેહથી જુદા, તેને ક્રિયા કો’ ના અડે ! પ્રતિક્રમણથી ચોખ્ખાં થાય, પુણ્ય ને પાપ કર્મ; મોક્ષ માટે બન્ને દેય છે, ઉપાદેય આત્મધર્મ ! દૃષ્ટિમાં છે જગ નિર્દોષ, છતાં ભૂલો કાઢે વાણી; સત્ય વદતાં દુ:ખ થાય તેના, પ્રતિક્રમણ કરે સ્વયં જ્ઞાની ! આપણા દોષે દોષિત દેખાય, દૃષ્ટિને ત્યાં ધોવી પડે; નહીંતર કષાય ખડાં થશે, સાપેક્ષ સત્ય કાજે લઢે ! વાદી-પ્રતિવાદી કબૂલે, તે વાણી વીતરાગ; પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય, દેશના ને સ્યાદ્વાદ ! શુદ્ધાત્મા સિવાયની વાત, જૂઠી છે નિત્યે તું જાણ; ‘હું ચંદુ’નું પણ પ્રતિક્રમણ, ત્યાંથી સાચી સમજ પ્રમાણ ! દર્દીન પાવા દવા, ડૉક્ટર કડક દેખાય; દર્દ મટે કે નાયે મટે, પણ પ્રતિક્રમણો તેના ઉપાય ! ‘દાદા' ડૉક્ટર ધર્મના, વીંઝે સાધુને સોટા; ‘જ્ઞાની’ સોહે મૌન પણ, કરુણા વહે જોઈ ખોટા ! સ્યાદ્વાદ વાણી ચૂક્યા, જ્ઞાની કરે પ્રતિક્રમણ; વાણીમાં દોષિત કહે, નિર્દોષ પ્રતીતિમાં પણ ! દોષ થતાં તુર્ત પ્રતિક્રમણ, જાગૃતિ વિણ કદિ ન થાય; આત્મા ‘જ્ઞાની’ જાગૃત કરે, પતંગ દોર પછી ન જાય ! તીર્થંકરી વાણી સદા, આાવાદ સંપૂર્ણ; અક્રમ જ્ઞાની ચૌદસ તેથી, વાણી ને અભિપ્રાય ભિન્ન ! દોષિત દૃષ્ટિ હતી ત્યારે, વાણી દાદે આવી ભરી; દૃષ્ટિ નિર્દોષ આજ થઈ, છતાં વાણી આવી સરી ! ગુરુ કહે, ‘હું જળકમળવત્ “મૂરખ' કહેતાં થાય ઉઘાડા; ઉડ જળ ને કમળ બેઉ, આ ધર્મ કે છે અખાડા ?! અજ્ઞાનદશામાં પ્રતિક્રમણે, પાપો ઓછા બંધાય; આત્મષ્ટિ થયા પછી, જાગૃતિ સહ સાચાં થાય ! કપડાં રોજ ધોઈ પહેરે, દરરોજ લખે ચોપડી; પ્રતિક્રમણ વરસે કરે, કેમ ન ધુવે વરસે કપડાં ? જ્ઞાની પણ ઠપકારતાં, તુર્ત જ કરે પ્રતિક્રમણ; આ છે કુદરતી રચના, દોષિત આમાં છે જ કોણ ? છતાં “છે' ને “છે' કહે, ‘નથી’ એને તો ‘નથી’ કહે; ‘છે' તેને ‘નથી’ કહે, એવું સાચા જ્ઞાની કેમ કહે ? વ્રત-જપ-તપ ને નિયમ, આપે છે સાંસારિક ફળ; નથી જરૂર મોક્ષે જતાં, માત્ર જરૂર તે પ્રતિક્રમણ ! સાધુ-સાધ્વી ખમાવવા, કરો કલાકનો નિત્યક્રમ; પ્રત્યક્ષ નહીં પણ મનમાં કરે, તોય થાય સાચો ધર્મ ! 16Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 307