Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 12
________________ સ્વદોષને છાવરે અહં, જાત માટે રહે પક્ષ; મોટા મોટા સાધુ પણ, પૈણે અહંકાર સંગ ! ધંધામાં વધે જો ભાવ ને, ઘરાકને પણ દુઃખ થાય; ત્યાં કર્તા ‘વ્યવસ્થિત', સમકિત ન જોખમાય ! દાદાએ કેવાં કર્યા, કર્મમાં અકર્મ સ્થિતિ; આ ભવ ‘વ્યવસ્થિત’ તાબે, છતાં પ્રતિક્રમણે મુક્તિ ! અક્રમ સિદ્ધાંત જુઓ, બુદ્ધિને પણ ન ગાંઠે; ચોગરદમથી મળે તાળો, બુદ્ધ કરી એને લાવે વાટે ! કાળા બજારનો આ કાળ, ‘વ્યવસ્થિત’ જો સમજે; પ્રતિક્રમણ છે ત્યાં ઉપાય, પ્રકૃતિ પછી પીગળે ! અજ્ઞાની ખાય વ્યાજ તો, થાય જેવો કસાઈ; સમકિતી પ્રતિક્રમણ કરી, ડાઘની કરે ધુલાઈ ! લેણદારના પ્રતિક્રમણે, સવળી પહોંચે અસર; રાગ-દ્વેષ કે ગાળાગાળી, ‘એકસ્ટ્રા આઈટમો' કરાર ! ચીઢ ચઢે, ચોરી કરે, અપ્રમાણિક, અનીતિ; ટૈડકાવ્યાં ને આંતર્યા, પ્રતિક્રમે ચોખ્ખી પાટી ! સાહેબે ડિસમિસ કર્યા, શુદ્ધાત્મામાં જો રહ્યો; નથી બંધન ફાંસીનું ય, જજ તો બજાવે ફરજો ! વીંછીને કૈડવા દે એ, મૂઢ અહંકારે કરીને; ‘જ્ઞાની’ તો કરી લે એનું, પ્રતિક્રમણ બાજુ મૂકીને ! દેખતાં જ ના ગમે કોઈ, પૂર્વેનું વેર સમજાય; તિરસ્કાર કે અભાવના, પ્રતિક્રમણે તે છૂટાય ! પતિ-પત્ની, સાસુ-વહુ, હિસાબી છે અથડામણ; રિલેટિવ સંબંધો છે, કર તેનું ય પ્રતિક્રમણ ! સંસાર એટલે હિસાબો ચૂકવવાનું છે. આ સ્થાન; પ્રતિક્રમણ કરીને છૂટો, કહે છે અક્રમ વિજ્ઞાન ! પ્રતિક્રમણે સુધરે સંબંધ, બીજી ખોટ ન ખવાય ; સામેથી પડઘો પડે, નહીં તો હિન્દુ-પાક લઢાઈ ! અપમાન થાય, વિશ્વાસ ઊડે, દોષો ને ધોવાથી જાય; વારંવાર ધોવું પડે, જો દૂધમાંથી મીઠું કઢાય ! સામાને દુઃખ થાય તેથી, તુર્ત જ પોતાને ખબર પડે; શબ્દો નીકળ્યા વાગે તેવા, મોઢું બગડે હાસ્ય ઊડે !! દુ:ખ દેવાથી થાય નાદારી, કોઈને ડરાવી માર્યા રોફ; ભાંગ્યા મન, તરછોડ્યા બહુ, તે સાપ થઈને વાળ કોપ ! વહુ-સાસુના ઝઘડામાં, કેસ, આઘાત કે આત્મઘાત; ઊંડા પ્રતિક્રમણ, નીંદી જાત, પસ્તાવો કર પારાવાર ! જ્ઞાની કહે અમ થકી કદિ, ઇચ્છા વિના દુઃખ દેવાય; અપવાદ રૂપ બને છતાં, પ્રતિક્રમણો ત્યાં વિશેષ કરાય ! ‘પડી જાય ના’ તેની વાડ, તેના વિચારો પકડી લઈ; ‘વ્યવસ્થિત’ તેનું હાથ ધરી, ઘેર બેઠાં અટકાવી દઈ ! ભૂલ કરે, માફી માંગે, એ ભૂલ કરે વારંવાર; ત્યાં સમજાવી પ્રેમથી, માફ કર સારા વિચાર ! સામો ભૂલ કર્યા કરે, ન તેને થાય કદિ ભાન; ન પસ્તાવો કે માફી, તેથી ઊંડે પ્રેમ ને માન ! આવાનો કરવો વિરોધ, અર્થ નથી એને નભાવવાનો; કરાવો એનું ભાન તેને, અંતરથી માફ કરવાનો ! તેમ છતાં ના કશું વળે, તો અંતે એને નભાવવો; નહીં તો મન બગડી જશે, ‘આવું જ હોય’ કરી ચલાવો ! 22 23

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 307