Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ કોઈ દુભાયો છંછેડાયો, ફરી ન આવે આપણી પાસ; પ્રતિક્રમણે ઊડાડ્યું, પૂરો કર્યો મેં હિસાબ ! અહંકાર કરી છોડી દીધું, એમાં ક્યાં છે કંઈ ખરાબ ? જ્ઞાની કહે આ છે ખોટું, નિમિત્ત બન્યાનો હિસાબ ! તેમ છતાં સામો અકડે ‘રહ્યું' કહી, પછી ના મરાય; પ્રતિક્રમણ કર્યા કરો, ક્યારેક બૂઝશે અંતર લ્હાય ! લાંબી બોલાચાલીનું, જાથું પ્રતિક્રમણ અંતે; ‘દાદા ભગવાન’ હું તો આનું, ભેગું કરી લઉં છું ખંતે ! ટકરામણ સંસારમાં, એ છે હિસાબી વ્યવહાર; પ્રતિક્રમણે સાંધવું મન, તૂટે નહીં એ જ્ઞાન સાર ! રાગ કે દ્વેષ બીજથી, ગમતા-ના ગમતા એ ફળ; પ્રતિક્રમણ એકમેવ ઉપાય, તોડે રાગ-દ્વેષનું જડ ! માન ઈર્ષા કે શંકાના, અવળા-સવળા આવે વિચાર; પ્રતિક્રમણ તુર્ત કરવાં, સામાને પુગતા ના વાર ! લૂંટારો લૂંટશે'ની શંકા, સુખીયાને કરે દુઃખી દુઃખી; બ્રહ્માંડનો માલિક તું, ઝાકળ બૂઝવે જવાળામુખી ! ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્ય ભય ન ઉપજે ! પસ્તાવાથી દોષ બને, જ્યમ બળેલી સીંદરી; આવતે ભવ અડતા સાથે, મૂળથી દોષ પડે ખરી ! જ્ઞાન પછી પ્રતિક્રમણ પણ, ઈફેક્ટ રૂપ થઈ જાય; ઈફેક્ટને ઈફેક્ટથી છેદી, “પોતે શુદ્ધ રહી ચોખ્ખા થવાય ! ખાવાપીવામાં અતિક્રમણ, લાવે છે દેહનાં દર્દ; અતિક્રમણ છે સ્વાભાવિક, પ્રતિક્રમણ બને પુરુષાર્થ ! ખાવાના નિયમ ભંગ, જ્ઞાની પાસે માફી માંગ; વ્યસનોનું ઉપરાણું નહીં, છૂટે એક'દિ નિશ્ચ જાણ ! અથડામણ પુદ્ગલ તણી, પ્રતિક્રમણથી મૂળથી જાય; અથડામણ અટકે તેનો, ત્રણ ભવે જ મોક્ષ થાય ! પ્રતિક્રમણ ના થાય તો, ફરી વળગે પરમાણુ બીજે ભવ વ્યસન પાછું, અભિપ્રાય રહ્યું વળગ્યું ! સામો કરે ગુણાકાર, એટલી રકમ તું ભાગ; ઘર્ષણ કે અથડામણ ટળે, અક્રમનો લે તું આ લાભ ! વાણી-કાયાની અથડામણ, એ “સ્થળ’ સ્વરૂપ કહેવાય; ના પડે સામાને ખબર, આને મનનું ‘સૂક્ષ્મ' કહેવાય ! કો'કને મારતો જુએ ત્યાં, હાજર જ્ઞાન ‘વ્યવસ્થિત'; છતાં દોષ તેનો દેખાય, ત્યાં “સૂક્ષ્મતર’માં સ્લીપ ! પોતે દેઢ નિશ્ચય કરે, નથી આમાં દોષ કોઈનો; છતાં દોષ દેખાય આમાં, “સૂક્ષ્મતર' એ અથડામણો ! ફાઈલ નંબર ‘એક સંગે, તન્મયતા એ ‘સૂક્ષ્મતમ’; જાગૃત થઈ કર પ્રતિક્રમણ, છૂટવાનું એ ઊંચું સાધન ! પ્રતિક્રમણનાં સ્પંદનો, પહોંચે સામાને તુર્ત; અહંકાર ને બુદ્ધિ મળી, અતિક્રમણે બાંધે કર્મ ! જુએ-જાણે ના ડિસ્ચાર્જ, વળી પ્રતિક્રમણ ના થાય; મન બંધાતું ચાલુ જો, અભિપ્રાય રહી જાય ! પુરુષ બન્યા પુરુષાર્થ કર્યો, અવશ્ય મોક્ષ એનો થાય; પણ કચાશ પોતાની રહે, આજ્ઞા પ્રતિક્રમણ માંહ્ય ! દાદા ચા ક્યારેક પીવે, પ્રત્યાખ્યાન કરે પ્રથમ; નહીં તો તે ચોંટી પડે, જ્ઞાની જાગૃત કાયમ ! 25

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 307