________________
કોઈ દુભાયો છંછેડાયો, ફરી ન આવે આપણી પાસ;
પ્રતિક્રમણે ઊડાડ્યું, પૂરો કર્યો મેં હિસાબ ! અહંકાર કરી છોડી દીધું, એમાં ક્યાં છે કંઈ ખરાબ ? જ્ઞાની કહે આ છે ખોટું, નિમિત્ત બન્યાનો હિસાબ !
તેમ છતાં સામો અકડે ‘રહ્યું' કહી, પછી ના મરાય;
પ્રતિક્રમણ કર્યા કરો, ક્યારેક બૂઝશે અંતર લ્હાય ! લાંબી બોલાચાલીનું, જાથું પ્રતિક્રમણ અંતે; ‘દાદા ભગવાન’ હું તો આનું, ભેગું કરી લઉં છું ખંતે !
ટકરામણ સંસારમાં, એ છે હિસાબી વ્યવહાર; પ્રતિક્રમણે સાંધવું મન, તૂટે નહીં એ જ્ઞાન સાર !
રાગ કે દ્વેષ બીજથી, ગમતા-ના ગમતા એ ફળ;
પ્રતિક્રમણ એકમેવ ઉપાય, તોડે રાગ-દ્વેષનું જડ ! માન ઈર્ષા કે શંકાના, અવળા-સવળા આવે વિચાર; પ્રતિક્રમણ તુર્ત કરવાં, સામાને પુગતા ના વાર !
લૂંટારો લૂંટશે'ની શંકા, સુખીયાને કરે દુઃખી દુઃખી;
બ્રહ્માંડનો માલિક તું, ઝાકળ બૂઝવે જવાળામુખી ! ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્ય ભય ન ઉપજે !
પસ્તાવાથી દોષ બને, જ્યમ બળેલી સીંદરી;
આવતે ભવ અડતા સાથે, મૂળથી દોષ પડે ખરી ! જ્ઞાન પછી પ્રતિક્રમણ પણ, ઈફેક્ટ રૂપ થઈ જાય; ઈફેક્ટને ઈફેક્ટથી છેદી, “પોતે શુદ્ધ રહી ચોખ્ખા થવાય !
ખાવાપીવામાં અતિક્રમણ, લાવે છે દેહનાં દર્દ;
અતિક્રમણ છે સ્વાભાવિક, પ્રતિક્રમણ બને પુરુષાર્થ ! ખાવાના નિયમ ભંગ, જ્ઞાની પાસે માફી માંગ; વ્યસનોનું ઉપરાણું નહીં, છૂટે એક'દિ નિશ્ચ જાણ !
અથડામણ પુદ્ગલ તણી, પ્રતિક્રમણથી મૂળથી જાય; અથડામણ અટકે તેનો, ત્રણ ભવે જ મોક્ષ થાય !
પ્રતિક્રમણ ના થાય તો, ફરી વળગે પરમાણુ બીજે ભવ વ્યસન પાછું, અભિપ્રાય રહ્યું વળગ્યું !
સામો કરે ગુણાકાર, એટલી રકમ તું ભાગ;
ઘર્ષણ કે અથડામણ ટળે, અક્રમનો લે તું આ લાભ ! વાણી-કાયાની અથડામણ, એ “સ્થળ’ સ્વરૂપ કહેવાય; ના પડે સામાને ખબર, આને મનનું ‘સૂક્ષ્મ' કહેવાય !
કો'કને મારતો જુએ ત્યાં, હાજર જ્ઞાન ‘વ્યવસ્થિત';
છતાં દોષ તેનો દેખાય, ત્યાં “સૂક્ષ્મતર’માં સ્લીપ ! પોતે દેઢ નિશ્ચય કરે, નથી આમાં દોષ કોઈનો; છતાં દોષ દેખાય આમાં, “સૂક્ષ્મતર' એ અથડામણો !
ફાઈલ નંબર ‘એક સંગે, તન્મયતા એ ‘સૂક્ષ્મતમ’;
જાગૃત થઈ કર પ્રતિક્રમણ, છૂટવાનું એ ઊંચું સાધન ! પ્રતિક્રમણનાં સ્પંદનો, પહોંચે સામાને તુર્ત; અહંકાર ને બુદ્ધિ મળી, અતિક્રમણે બાંધે કર્મ !
જુએ-જાણે ના ડિસ્ચાર્જ, વળી પ્રતિક્રમણ ના થાય; મન બંધાતું ચાલુ જો, અભિપ્રાય રહી જાય !
પુરુષ બન્યા પુરુષાર્થ કર્યો, અવશ્ય મોક્ષ એનો થાય;
પણ કચાશ પોતાની રહે, આજ્ઞા પ્રતિક્રમણ માંહ્ય ! દાદા ચા ક્યારેક પીવે, પ્રત્યાખ્યાન કરે પ્રથમ; નહીં તો તે ચોંટી પડે, જ્ઞાની જાગૃત કાયમ !
25