Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 11
________________ અક્રમના મહાત્માઓને, નવાં કર્મ ના બંધાય; જૂનાં કર્મો ખાલી કરે, રહે નિત્ય પાંચ આજ્ઞા માંહ્ય ! ચીકણાં કર્મો આવે ત્યારે, પ્રતિક્રમણથી ઉખડે; એકાવતારી જ્ઞાન આ, ગેરન્ટી નવું કર્મ ન પડે ! અતિક્રમણ ને આક્રમણ, થતાં જ કર તું પ્રતિક્રમણ; પરાક્રમની તો વાત જ શું ત્યાં કેવળ આત્મ-રમણ ! ક્રમણથી થઈ પ્રકૃતિ, અતિક્રમણથી ફેલાણી; પ્રતિક્રમણથી જાય ઘટતી, અક્રમ જ્ઞાને સમજાણી ! ચોર કે વેશ્યા હોય તોય, ભાવ એક ના બગાડાય; ઈચ્છા નથી હોતી ખરાબીની, પણ સંજોગોમાં સપડાય ! મુઢાત્મા દેખે દોષો પરના, દોષ કદિ ન દેખાય નીજ ; ક્યાંથી તોળે ન્યાય જ્યાં, પોતે વકીલ-આરોપી-જજ ! અજ્ઞાની પણ પ્રતિક્રમણ, કરે અમુક અંશો; થોડા જાગૃત વિચક્ષણો, છોડે પસ્તાવે દોષો ! શુદ્ધાત્મા થયા પછી, પ્રતિક્રમણ શું એને ઘટે ? સામાને દુઃખ થાય તેથી, અક્રમમાં આ કરવું પડે ! પ્રતિક્રમણ કરવા છતાં, માફી જો ન દે સામો: તે આપણે જોવું નહીં, દોષ-મુક્તિ નિશ્ચ પામો ! અતિક્રમણના વિરોધી, પ્રતિક્રમણથી જાહેર થાય; અસહમતતા દોષો સંગે, દોષી સ્વભાવથી મુક્ત થવાય ! દોષો બધાં છે નિકાલી, ‘મારા' એ ભાવ નથી; એમ જાગૃતિ રહે ત્યાં, પ્રતિક્રમણ પછી જરૂરી નથી ! અતિક્રમણ વિનાનો સહુ, નિકાલી છે વ્યવહાર; અતિક્રમણનું પ્રતિક્રમણ, નિકાલ થાય અંદર ને બહાર ! 20 સાચું પ્રતિક્રમણ તો તે કરતાં દોષો ઘટે; દોષ ના ઘટે તો, રે ! દળદળ કેમ ફીટે ?! પ્રતિક્રમણથી ધોવાઈ ગયું. પછી ન સામાને ખ; ના પડે મતભેદ કદિ, સામો મળે સંબંધ અકબંધ ! પાપ ધોયાની પ્રતીતિ, મન થાય ચોખ્ખું ને ચટ; મુખ પર મસ્તી મલકે, હળવાં ફૂલ થાય ઝટ ! ‘ચંદુ તારી છે ભૂલ', કહે તને કોઈ ત્યારે; કહીએ, ‘ચંદુ તારી ભૂલ હશે’, માટે તને ઠપકારે ! અંડરહેન્ડના દોષો, ના જોવા કદિ શેઠે; પોલીસ, જજ કે બીબી પાસ, કેમ રહે મીંદડી પેઠે ? પ્રતિક્રમણ જો મોડે થાય, તેનુંય કર પ્રતિક્રમણ ; આરતી કે વિધિમાં ભટકે, કર અજાગૃતિનું પણ ! દોષ થવો છે સ્વાભાવિક, તેથી વિમુક્તિનો માર્ગ; જ્ઞાની જ એકલા દેખાડે, પ્રતિક્રમણ કરે છે સુભાગ્ય ! દોષ છે પોતાની ડખલે, સામાને કંઈ ન લાગે; ચેતો એની પોસ્ટ બંધ, આપણી તો જાગે ! અક્રમજ્ઞાને પ્રજ્ઞા પ્રગટ, પ્રતિક્રમણ થાય સ્વયં; વીતદ્વેષ મેળે થયો, એ જ ખુદા, જેનો ગયો અહં ! અ-મારી” શબ્દ મહાવીરનો, ‘માર’નું કર પ્રતિક્રમણ; નિવેડો કે નિકાલ કરો, લઢવા માટે નથી આ જનમ ! ક્રમિકના જ્ઞાનીને નહીં, દોષનું આવું સુદર્શન; અક્રમની જાગૃતિ જુઓ, પળે પળે છે પ્રતિક્રમણ ! સદ્દગુણ જેનાં દેખાય તેનાં, ન હોય એનાં પ્રતિક્રમણ; ભાવથી જ આપણું હોય, એની સાથે સુવર્તન ! 21

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 307