Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 10
________________ પ્રતિક્રમણ ને અકષાય, બે જ છે મૂળ ધર્મ; બીજું ધર્મમાં નથી જરૂર, છોડ્યો જગે ‘આ’ મૂળ ધર્મ ! જ્ઞાનીનું તું વચન પાળ, ઠેઠ પુગીશ મોક્ષ દ્વાર; જા, દાદા લે માથે તુજને, છે તારી વારે વાર ! મતાગ્રહ મોટું અતિક્રમણ, બન્યો દેશ પાયમાલ; વિષ ઘોળ્યું માંહ્યોમાંહીં, દ્રોહનો કરો નિકાલ ! ક્રમ માર્ગમાં આદેશ કરે, ના કર ચોરી-જૂઠ-લબાડી; પાળ અહિંસા-સત્ય-અચૌર્ય, શાસ્ત્રો તો કહે છે બરાડી ! લોકોએ નેવે મૂક્યાં, સર્વ શાસ્ત્રોને મોં બગાડી; નથી થતો જીવન ફેરફાર, ક્યાંથી લપ ‘આ’ વળગાડી ? ‘કરવું છે, પણ થતું નથી', એમ ગાણું ન કદિ ગવાય; ‘કેમ નથી થતું' દઢતાથી કહી, નિશ્ચય વારંવાર કરાય ! ચોરી-જૂઠનો દોષ થયો, પણ તેનું કર પ્રતિક્રમણ; બદલાય ન આચાર કદિ, ફેરવી લે તેથી સમજણ ! વિશ્વના ધર્મો તમામ, દેહાધ્યાસનાં મારગ છે; અક્રમ વિજ્ઞાન એકલું, દેહાધ્યાસથી રહિત છે ! ત્યાગ કરવો છે કે થતો નથી, એ બન્ને છે કર્તાપદ; સંડાસ જવાની શક્તિ છે ? તો કઈ શક્તિ કહે હદ ? કર્તાભાવે કરવું હોય તો, માંગવી શક્તિઓને જરૂર દાદે ‘નવ કલમો’ દીધી, કારણ ફરે, કાર્ય અફર ! અનંતશક્તિનો ધણી પોતે, “શક્તિ નથી’ કેમ બોલાય ? પ્રતિક્રમણ પણ છે પુરુષાર્થ, બ્રાંતદશામાં તેહ થાય ! અધ્યાત્મવાણી ગવાય દેશમાં, સંતો-ભક્તોય એમાં બેભાન; ‘ઈટ હેપન્સને ‘કર્યું” કહે, ભમરડાને કહે, ‘મારું માન !” ખોટું થઈ જાય તારાથી, તેને પ્રતિક્રમણથી સુધાર; ‘બ્રાંત’ પુરુષાર્થ એને કહ્યો, સત્ થવા બન અકિરતાર ! કશાનો કરનાર નથી, તું કેવળ છે જાણનાર; કરનાર-જાણનાર બેઉ ભિન્ન, માટે ક્રિયા ન ફરનાર ! ખોટાને ખોટું તું જાણ, ફેરવ એનો અભિપ્રાય; એ જ પુરુષાર્થ ધર્મ, ‘જો’, ‘જાણ’ને નિશ્ચય કરાય ! ‘નથી થતું, ભઈ નથી થતું', એવું ક્યારે ના બોલાય; આત્માનો સ્વભાવ છે, ચિંતવે તેવો તુર્ત થઈ જાય ! વાત છે આ ઝીણી પણ, સમજ્યા વિણ ના આવે ઉકેલ; સ્વસત્તા-પરસત્તાના ભેદ, જ્ઞાની માત્ર પાડી શકેલ ! ચોર છોરાને સુધારવા, માર ઠોક ના એને કરાય; તેથી અવળી ગાંઠ વાળે, થાય ચોરીનો દૃઢ અભિપ્રાય ! માંગ શક્તિ દાદા કને, “આ ભવે હવે ચોરી ન થાય'; દાદા ખોળે બેસાડે, શુદ્ધ પ્રેમે હૃદય પલટાય ! માંગ શક્તિ, કરી ચોરી, તોય માંગ શક્તિઓ ખાસ; દવા છે ફેરવો અભિપ્રાય, પરમ વિનય પ્રભુ પાસ ! ‘જ્ઞાની’ પાસે દવા બધી, વળી ચોક્કસ છે નિદાન; દર્દ ખુલ્લું કરી જા, વૈજ્ઞાનિક દાદા ભગવાન ! માંગ શક્તિ મળે અવશ્ય એક ‘દિ', શંકા ના કરે; તેથી ‘નવ કલમો’ દીધી, વૈજ્ઞાનિક રહસ્ય સભર ! અક્રમમાં આચાર ન જોવાય, કર્યા અને જ્ઞાને નિકાલી; આર્ત-રૌદ્ર નવા ન થાય, જૂના કરો ‘જોઈ” ખાલી ! અધ્યાત્મ એટલે ચિત્ત શુદ્ધિ, ચિત્ત અશુદ્ધિ બાંધે કર્મ; કોઈ જીવને દુઃખ ન થાય, એ વ્યવહાર શુદ્ધિ ધર્મ ! 18 19

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 307