________________
ખંડ-૨ : સામાયિકની પરિભાષા અક્રમની સામાયિક ને પ્રતિક્રમણમાં ફેર;
અતિક્રમણનું પ્રતિક્રમણ, પંજો વાળે નિજ ઘેર ! ‘હું શુદ્ધાત્મા છું'નું ભાન, પંચાત્તામાં રહેનાર; સહજ, સ્વાભાવિક દશા, એ સામાયિક નિરંતર !
સામાયિક'માં જાણપણું વર્તે, વર્તમાન ક્ષણક્ષણનો;
ઉપયોગ કાયમ ન રહે તો, સામાયિકમાં તે ખણખણતો ! અક્રમ સામાયિકે ઓગળે, મન-વચ-કાયનો સ્વભાવ; મહાત્માને આખો ‘દિ રહે, “સામાયિક જેવો પ્રભાવ” !
બે ઘડી કરવાનું કહ્યું, ભરી લાવ્યા માલ ભંગાર;
કાઢવા નહીં બીજી કેડી, વળી પાત્રમાં ન ભલીવાર ! લૌકિક સામાયિક એટલે, વિચારો કરે હાંક હાંક; મનને સ્થિર કરવા જાય, પાશેરી ના બંધાય મેંઢક !
મન તો સ્થિર ક્યાંથી રહે, શીશીને જોતો જાય;
ને વળી ગપ્પા મારે, વ્યાખ્યાન સાથે સંભળાય ! સામાયિક બાંધ્યા પછી, બે ઘડીની મળી છૂટ; મન ફાવે તેમ કરે એમાં, નિંદા કૂથલી કપટ !
ઉપાશ્રયમાં સામાયિકો, જોવા જેવી થઈ જાય;
પાટધર જાગો હવે તો, ગાડરીયાને સંવારાય ! મન લપટું પડ્યું જયાં, કેમનું બંધાય કુંડાળે; નક્કી કરે નથી વિચારવું, દુકાન પહેલે ધબડકે !
સામાયિકમાં વાંચે પુસ્તક, એ તો છે સ્વાધ્યાય;
પરોવ્યો અન્યમાં ઉપયોગ, સાચું ના કહેવાય ! ક્યાં પુણિયાનું સામાયિક, એકય કોઈથી નવ થાય; સાધુ, આચાર્યો, મુનિવર્યો, ગચ્છાધિપતિ ત્યાં પછડાય !
દ્રવ્ય સામાયિકો કર્યા કર્યું કદિ ભાવ સામાયિક;
ભાવને તો સાવ ભગાડ્યું, રહ્યા માત્ર દ્રવ્ય ક્રમિક ! આવી સામાયિક કરવા કરતાં, ધરો સમતા સંસારમાં; ઘરમાં ધણી છોકરાં સાસુ, દેરાણી કે સગાવહાલાં !
કઢંગી રસાકસીવાળી, સામાયિકનું શું કામ ?
જ્યાં સ્થિર મન ના રહે, ન ઊપજે બે બદામ ! અહીં તો છે કાંટો મહાવીરનો, વીરગત સ્વીકારાય; નથી રાજ પોપાબાઈનું, પોલ ન સ્ટેજ ચલાવાય !
આર્ત-રૌદ્રધ્યાન જાય, એ જૈન ધર્મનો સાર;
એ ના ગયાં તો, બળ્યો તારો આ અવતાર ! મન વશ વિનાનું સામાયિક, અધ્યાત્માનું ન વળે કંઈ; માત્ર હાંકે કુત્તા બિલ્લી, એ સામાયિક કે ભવઈ !
સમરંભ એટલે મનથી કર્મ, સમારંભમાં વચનથી;
નિયમ કર્મબંધના, આરંભ થાય વર્તનથી ! સામાયિક કરતાં શેઠ બોલે, શું ફૂટું ઘર મહીં આજ ? ‘આત્મા તારો ફૂટી ગયો', ગઈ મહાવીરની લાજ !
જેનાં બંધ થયાં સંપૂર્ણ, આર્ત ને રૌદ્ર ધ્યાન;
એ નિરંતર સામાયિકમાં, સિક્કો મારે ભગવાન ! શેઠ કરે છે સામાયિક, ગયા હોય તે ઉકરડે; યા તો ધંધે ગણત્રીઓ, ચઢ્યા જો ઊંધે રવાડે !
અંદર-બહાર જુદું વર્તે, તેને સામાયિક કઢંગી;
મહાવીર એને ના સ્વીકારે, ના ચાલે ત્યાં દો-રંગી ! જ્ઞાનવિધિ એવી સામાયિક, જાતે થઈ ના શકે; તેથી તેમાં ફરી ફરી બેસવા, દાદા કાયમ કહે !
44
45