Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 4
________________ (સંપાદકીય) હૃદયથી મોક્ષમાર્ગે જનારાઓને, પળે પળે પજવતા કષાયો મૂળથી ઉખેડવા, માર્ગમાં આગેકૂચ કરવા, કોઈ સચોટ સાધન તો જોઈએ કે ના જોઈએ ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અથડામણો કઈ ગમે ટાળે ? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું ? કષાયોની બોંબાડીંગને રોકવા કે તેને ફરી ના થાય તે માટે શું ઉપાય ? આટઆટલો ધર્મ કર્યો, જપ, તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા છતાં, મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા ? અંતરશાંતિ કેમ નથી થતી ? ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું ? તેને કેમ કરીને કાઢવા ? મોક્ષમાર્ગમાં આગળ વધવા તેમ જ સંસારમાર્ગમાં પણ સુખ-શાંતિ, મંદ કષાય કે પ્રેમભાવથી જીવવા કંઈક નક્કર સાધન તો જોઈએ ને ? વીતરાગોએ ધર્મસારમાં જગતને શું કર્યું છે ? સાચું ધર્મધ્યાન કયું ? પાપમાંથી પાછા ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો ? હોય તો કેમ દેખાતો નથી ? ધર્મશાસ્ત્રોમાંથી ઘણું વંચાય છે, છતાં કેમ એ જીવનમાં વર્તાતું નથી ? સાધુ, સંતો, આચાર્યો, કથાકારો આટઆટલો ઉપદેશ આપે છે છતાં શું ખૂટે છે ઉપદેશ પરિણમાવવામાં ? દરેક ધર્મમાં કેટકેટલી ક્રિયાઓ કરાય છે ? કેટકેટલાં વ્રત, જપ, ધ્યાન, તપ, નિયમો પ્રવર્તી રહ્યા છે, છતાં કેમ કંઈ ઊગતું નથી ? કષાય કેમ ઘટતા નથી ? દોષો કેમ ધોવાતા નથી ? શું એની જવાબદારી ઉપદેશકોના શીરે નથી જતી ? આવું લખાય છે, તે ટીકા કે દ્વેષભાવથી નહીં, પણ કણાભાવથી, છતાંય એને ધોવા માટે કંઈ ઉપાય ખરો કે નહીં ? અજ્ઞાન દશામાંથી જ્ઞાનદશા ને ઠેઠ કેવળજ્ઞાન સ્વરૂપની દશા સુધી જવા માટે જ્ઞાનીઓએ, તીર્થકરોએ શું ચીંધ્યું હશે ? ઋણાનુબંધી વ્યક્તિઓ સાથે કાં તો રાગ કે દ્વેષના બંધનોથી મુક્તિ મેળવી વીતરાગતા કઈ રીતે કેળવાય ? મોક્ષનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ’ પણ શૂરાતન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 307