Book Title: Pethadkumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak SabhaPage 15
________________ કાવ્યના કર્તા શ્રી રત્નમંડન ગણિ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિના પટધર રત્નશખરસૂરિના શિષ્ય નંદિરત્નના શિષ્ય પં. શ્રી રત્નમંડન ગણિએ (જે ઓ આગળ જતાં આચાર્ય શ્રી રત્નમંડનસૂરિજીના નામે પ્રસિદ્ધ થયા એમણે) સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા છે. આ “સુકૃતસાગરના સંબંધમાં એક વિચાર એ આવે છે કે, આ કાવ્યની રચના થઈ અને પેથડ-ઝાંઝણનો સ્વર્ગવાસ થયો તે પછીના વચગાળાના સમયમાં પેથડ-ઝાંઝણના પ્રસંગો વર્ણવતી નાની-મોટી કોઈક પણ કૃતિ રચાઈ હોવી જોઈએ કે જેના આધારે આ “સુકૃતસાગર'ની રચના થઈ હોય એવો સંભવ છે. જોકે આ વિચારનો કોઈ આધાર નથી–આ તો માત્ર કલ્પના જ છે અને એનું કારણ એ છે કે અનેક ઘટનાથી સભર એવા જીવનની સળંગ-રે માહિતી માત્ર જનતાની દંતબત્રીશીએ સવાસોથી વધુ વર્ષ સુધી કેવી રીતે અને કેવા રૂપમાં જળવાઈ શકે ? આ ચરિત્રમાં પેથડકુમારના જીવનની વ્યવસ્થિત અને સળંગ માહિતી મળે છે તેથી આવું અનુમાન કરવાનું મન થાય છે. બીજી વાત એ પણ છે કે, સુકૃતસાગરની રચના પહેલાંની ઔપદે શિક રચનાઓમાં પેથડના પ્રસંગો જોવા નથી મળતા. આ ચરિત્રમાં દેદાશાહ, પેથડકુમાર અને ઝાંઝણકુમારના સદ્ ભાવપ્રેરક પ્રસંગો વર્ણવાયા છે. પેથડકુમાર ચરિત્ર (14) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 252