Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ક્ષત્રિય
, a
૨
અરસામાં સં૧૭૦૨ તથા ૧૭૨૦ માં મોટા દુકાળ પડયા હતા, જેમાં અમદાવાદના શ્રીમાલી શેઠ મનિયા શાહ તથા તેમના પુત્ર શાંતિદાસે ઘણું દ્રવ્ય વાવર્યું હતું, જેનું વર્ણન “બનિઆ શાહ રાસ, ધર્મસંગ્રહ પ્રશસ્તિ અને ભ. વિજયરાજરિ ચરિત્ર' વગેરેમાં વર્ણિત છે, જેનો સાર આ પ્રમાણે છે.
- અમદાવાદમાં હાજા પટેલની પળમાં શેઠ લહુવા શાહ રહેતા હતા. તેમણે દીક્ષા લીધી. તેમને ૫નજી નામે પુત્ર હતો. પનછને હીરજી, મનજી, મદનજી, રતન અને ધરમ એમ પાંચ પુત્રો થયા. તે પૈકીના મનને જન્મ સં. ૧૬૪૦ ના અષાડ સુદ ૧૧ ના થયો હતો, જેનાં બીજું નામ મનરાજ તથા મનિયા શાહ છે. તેણે સાધમિકોને જમાડી પાન-સોપારી, વસ્ત્ર પહેરામણીમાં આપી ભક્તિ કરી જ્ઞાતિ અને સાધર્મિકામાં મહમુદીની પ્રભાવના કરી, ખાંડ ભરી થાળીઓ વહેચી, પાંચ પર્વનાં પારણાં કરાવ્યાં, ભ૦ પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. અમદાવાદના દરેક દેરાસરમાં પૂજા કરાવી, સં. ૧૭૨ના કરાલ દુકાળમાં ગરીબોને દરેક જાતની મદદ આપી દુકાળને દર કર્યો અને તેથી જ બીજા જગડુ તરીકે ખ્યાતિ મેળવી. શત્રુંજય તીર્થનો સંધ કાઢો, સાતે ક્ષેત્રોને પિષ્યાં. ભ૦ વિમલનાથની પ્રતિષ્ઠા કરી. શ્રી પૂજ્યની પધરામણી કરાવી યતિઓને પ્રતિલાવ્યા. ચોરાસી ગચ્છમાં રૂપિયાની લહાણ કરી મોટી જિનપૂજાઓ કરાવી અને શરીરમાં પીડા ઉપડતાં વૈરાગ્યભાવે ૫૦ મેરુવિજય પાસે માણેકવિજય નામથી દીક્ષા સ્વીકારી સં. ૧૭૧૧માં અનશન લઈ મૃત્યુ પામી સ્વર્ગગમન કર્યું.
મનિયા શેઠના પુત્ર શાંતિદાસ શેઠ પણ બહુ ધમાં હતા. તેણે સં. ૧૭૨૦ ના કરાલ દુકાળમાં દાનશાળા સ્થાપી ગરીબોને અન્નજળ, વસ્ત્ર, ગાળ, ખાંડ, સાકર, ઘી, ધાતુપાત્ર અને દવા વગેરે આપી દુકાળને ભય દૂર કરાવ્યો. સં. ૧૯રપમાં આબુ ઉપર પિતાના નામથી ભગવાન શ્રીશાન્તિનાથને પ્રાસાદ કરાવ્યો. હમીરપુર, તારંગા, કુંભારિયા, નાદિયા, રાણકપુર, ભીલડીયા અને શંખેશ્વરજી એ ૭ તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યો, સ્ફટિકના ભ૦ શ્રીશાન્તિનાથ વગેરે ૨૧ બિંબ ભરાવ્યાં.
ભ૦ શ્રીવિજયરાજરિનું સં. ૧૭૪ર માં ખંભાતમાં સ્વર્ગગમન.
૬૩. આ. વિજયમાનસૂરિ. સં. ૧૭૦૭માં બુહરાનપુરમાં પિરવાડ વાઘજી શાહની પત્ની વિમલાદ (વીરાંદે) ની કૂખે જન્મ, નામ મેહન. સં. ૧૭૧૯ભાં માલપુરમાં આ. વિજયાનંદસૂરિ શિષ્ય. પંન્યાસ શાતિવિજય પાસે મોટાભાઈ ઇન્દ્રજી સાથે દીક્ષા લઈ નામ માનવિજય રાખ્યું. વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286