Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 281
________________ ર૭ર પાવલી , ભા. ૨ ભ૦ શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં સં૧૭૧૦ માં મહાપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની સહાયથી ક્રિોદ્ધાર કર્યો. તેમના શિષ્ય કીર્તિ વિમલગણિ થયા. તેમણે અનેક ભવ્યોને પ્રતિબંધ કરી ઘણી દીક્ષા આપી છે. તેમના શિષ્ય લક્ષ્મીવિમલને આ૦ સુમતિસાગરજીએ સં. ૧૭૮૮ અથવા ૧૭૯૮ વિ. શુ. ૩ દિને શંખેશ્વરછમાં સૂરિપદ આપ્યું અને તેમનું નામ આ વિબુધવિમલસૂરિ રાખ્યું. આ૦ વિબુધવિમલસૂરિ સારા જ્ઞાની હતા. તેમણે ગુજરાત, મેવાડ, માળવા, ખાનદેશ અને દક્ષિણમાં વિહાર કર્યો હતો, જ્યાં પોતાના જ્ઞાનની સુંદર છાપ પાડી હતી. તેઓએ છેલા ચોમાસાએ બાલાપુર, ઔરંગાબાદ અને ઔરંગાબાદમાં કરેલ છે. તેઓ વચમાં યાત્રા કરવા માટે ઇલેરા (વેલ) પણ ગયા હતા. આ સૂરિએ સં. ૧૮૧૩ ફા. શુ. ૫ દિને ઔરંગાબાદમાં મહિમાવિમલજીને સૂરિપદ આપી પોતાની પાટે સ્થાપ્યા. ત્યાં તે જ વર્ષે જે. શુ. ૧૪ દિને “સમ્યકત્વપરીક્ષાની રચના કરી, મુનિ ભાનુવિમલના આગ્રહથી તેને બાલાવબોધ પણ કર્યો અને સં. ૧૮૧૪ના માગશર વદી ત્રીજને દિવસે સ્વર્ગગમન કર્યું. તેઓએ સં. ૧૭૮૦ આ. શુ. ૧૦ “વીશીની રચના કરી છે. (૬૬) આ મહિમાવિમલસૂરિ, ૫. ક્ષાંતિવિમલ, મુનિ ભાનુવિમલજી સં. ૧૮૨૦માં વિદ્યમાન હતા. (૫૬) આનંદવિમલસૂરિ (૫૭) અદ્ધિવિમલ (૫૮) કીર્તિવિમલજી (૫૯) વીરવિમલજી (૬૦) મહેદયવિમલજી (૧) પ્રમોદવિમલજી (૬૨) મણિવિમલજી (૩) ઉદ્યોતવિમલજી (૬૪) દાનવિમલ છ (૬૫) પં. દયાવિમલજી (૬૬) પં સૌભાગ્યવિમલજી (૬૭) ૫૦ મુક્તિવિમલજી સ્વ. સં. ૧૯૭૪ ભા. શુ. ૪ (૬૮) આ૦ રંગવિમલસૂરિ સં. ૨૦૦૫માં આ૦ શ્રી વિજયન્યાયસૂરિના હાથે પાટણમાં આચાર્ય થયા. (૯) મુનિ કનકવિમલ પૃષ્ઠ ૧૦૯, કડી ૨ અને પુષ્ટ ૧૧૮, કડી ૨ ઃ દાયજારને ચાર ૨૦૦૪” . ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ પછી વર્ષ ૮ ને જતાં પાંચમા આરાની શરૂઆત થઈ છે, જે એકવીશ હજાર વર્ષ સુધી રહેશે. પછી છઠ્ઠો આરો શરૂ થશે. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ પછી જૈનધર્મને દિનપ્રતિદિન હાસ થવા લાગ્યો છે–થશે, પરંતુ તે કાળ દરમ્યાન સાંકળના અંડાની જેમ બરાબર એક પછી એક ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. જ્ઞાની, સંયમી, પ્રાભાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286