Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 277
________________ ર૬૮ ૫૧લીસરણય ભા. ૧ સંવાદ, વીરસ્તવન સં. ૧૮૨૭, છ અઠ્ઠાઇનું સ્તવન સં. ૧૮૩૪ ચેટ શુ ૧૫, ઉપદેશપ્રાસાદસ્તંભ સટીક સં. ૧૮૪૭ કા. શુ ૫ ગુરુવાર, વીશસ્થાનક પૂજા, સં. ૧૮૪૫ આ શુ. ૧૦ શંખેશ્વર તીર્થ, જ્ઞાનપંચમી દેવવંદન, ચોવીશી, રોહિણી, ભમવતી, “મૃગાપુત્ર અને જ્ઞાનપંચમીની સઝાયે” વગેરે બનાવેલ છે. તેમણે અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેમને ગુણથી આકર્ષાઈ ભ૦ વિજયદયમરિના પક્ષકારોએ પણ તેમને જ સં. ૧૮૪૯ માં સ્વગુરુની પાટે સ્થાપિત કર્યો છે એટલે વિજયોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. મતલબ કે, વિજયઋદ્ધિસૂરિથી બે પાટો ચાલી હતી તે અહીં મળી ગઈ હતી. તેમણે શિરોહીના રાવ વયરી શાલને પ્રતિબો હતો. તેમનું સં. ૧૮૫૮માં મેરુતેરશે સુરતમાં સ્વર્ગગમન થયું હતું અને સંઘવી દુર્લભજી વેલજીએ શત્રુંજય ગિરિ પર તેમનાં પગલાંની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીમંત સુબેદાર વડોદરાનરેશ દામાજી ગાયકવાડે તેમને ભદારપદની સનંદ કરી આપી હતી. ૬૭. વિજયદેવેન્દ્રસિરિ. તેઓ સુરતમાં શ્રીમાળી જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમનું આચાર્યપદ સં. ૧૮૫૭માં વડોદરામાં અને સ્વર્ગગમન સં. ૧૮૬૧માં અમદાવાદમાં થયેલ છે. ૬૮. વિજયમહેન્દ્રસૂરિ. ભિન્નમાલમાં એસવંશમાં જન્મ, સં. ૧૮૨૭ આમોદમાં દીક્ષા, સં. ૧૮૬૧માં અમદાવાદમાં ભટ્ટારક પદ, અને સં. ૧૮૬૫માં વિજાપુરમાં સ્વર્ગગમન. ૬૯. વિજયસમુદ્રસૂરિ. ગોઢાણના જવલા ગામમાં હરનાથની પત્ની પુરાની કુક્ષિથી જન્મ, સં. ૧૮૬૫ માગશર પૂનામાં સૂરિપદ, તેઓ સં. ૧૮૭૭ સુધી વિદ્યમાન હતા. પૃષ્ઠ ૯૬, કડી ૩ અને પુષ્ટ ૯૭, કડી ૧૫: તપાગચ્છ-સાગરશાખા પરંપરા (૫૩) આ લક્ષ્મસાગરસૂરિ. (૫૪) ઉ. વિદ્યાસાગરગણિ તેમણે બાલવયમાં દીક્ષા લીધી હતી. તેઓ નષ્ઠિક બ્રહ્મચારી હતા, વૈરાગ્યવાન નિઃસ્પૃહ અને મહાતપસ્વી હતા. ઓછામાં ઓછું છટ્ટને તપ કરતા અને પારણે આયંબિલ કરતા હતા. તેમણે જેસલમેર તરફ વિહાર કરી લેકિંગચ્છવાળાએ દેરાસરમાં કાંટા મરાવ્યા હતા તે દૂર કરાવી શુદ્ધ જૈનધર્મનો પ્રચાર કર્યો હતો. બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા છે. જેસલમેરમાં ખરતરને, મેવાડમાં વીજાભૂતીઓને, વીરમગામમાં પાયચંદમતી અને, મોરબી આદિમાં વેકાગાછીને પ્રતિબોધ આપી સન્માર્ગમાં સ્થાપ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286