Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના ઈતિહાસના મુસ્લિમ લેખકો (સલ્તનત સમયના) ડે, ઈશ્વરલાલ ઓઝા ઈ. સ. ૧૪૦૦ થી શરૂ કરીને મુઘલ સમ્રાટ અકબરે ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાત પર આખરી પણે સત્તા જમાવી ત્યાં સુધી ગુજરાતમાં પિતાના સ્વતંત્ર મુસ્લિમ શાસકોનું શાસન રહ્યું હતું. ગુજરાતમાં દિલ્હીના નાઝિમોના શાસન દરમ્યાન સ્વતંત્ર રીતે ઇતિહાસલેખન જેવી કોઈ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું નહિ, પરંતુ સ્વતંત્ર ગુજરાતી સલ્તનતમાં આવી પ્રવૃત્તિઓને વેગ મળે. પરિણામે ગુજરાતમાં ગુજરાતના ઇતિહાસ પર કેટલીક કૃત્તિઓ રચાઈ. કેટલીક આવી રચનાઓ ગુજરાત બહાર પણ થઈ. આમાંની કેટલીક મહત્ત્વની વૃત્તિઓના લેખકે આ પ્રમાણે છે : હાફીઝ અ: હાફીઝ અને રુદ્દીન બિન લુન્દુલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે એને જન્મ હિતમાં થયો હતો અને હમદનમાં એણે શિક્ષણ મેળવ્યું હતું. એ પ્રારંભે તૈમૂરનો દરબારી હતું, પરંતુ પાછળથી શાહરૂખના દરબારમાં રહ્યો હતો. એનું મરણ ઈ. સ. ૧૪૩૦ માં ઝજાનમાં થયું હતું. - એના પુસ્તકનું નામ “ઝુતુતવારીખ મૈનધરી હતું, પરંતુ સામાન્ય રીતે એ “તારીખઈ-હાફીઝ અબૂ તરીકે ઓળખાય છે. આ ગ્રંથમાં લેખકે પોતાના સમયનો ઈતિહાસ તેમજ ભૂગોળ આલેખેલ છે. જોકે ગુજરાત વિશે એને ઉલ્લેખ અત્યંત સામાન્ય અને અજ્ઞાન-ભર્યો છે. દા. ત. એ નોંધે છે કે બીયાહ નામની કાશ્મીર અને ઉંચમાંથી પસાર થતી નદી ગુજરાતના સમુદ્રને મળે છે. એવું જ યમુના વિશેનું એનું વિધાન છે. એના મત મુજબ યમુના નદી પણ શિવાલિક ગિરિમાળામાંથી નીકળી દિલ્હી થઈને ગુજરાતમાં હિન્દી મહાસાગરને મળે છે. આ ઉપરાંત એણે તૈમૂરલંગે ગંગાપારના પ્રદેશમાં અગ્નિપૂજકે અર્થાત પારસીઓ સાથે એક યુદ્ધ કર્યાને ઉલ્લેખ કર્યો છે. બનવા જોગ છે કે ગુજરાતના પારસીઓએ કને જ આસપાસના વિસ્તારમાં કોઈ વસાહત સ્થાપી હાય !! હલવી શીરાઝીઃ હલવી શીરાઝી અહમદશાહ પ્રથમનાં કાર્યોને અહેવાલ લખનાર દરબારી આલેખક હતા. એ આમ તો કુશળ શાયર હતા તેથી એણે અહમદશાહને ઈતિહાસ બતારીખે અહમદશાહી'ના નામે એવી પ્રકારના કાવ્યમાં લખ્યો છે. આ ગ્રંથમાં એણે સુલતાન મુઝફરશાહ વિશે પણ વિગતે આપી છે. આ પુસ્તક હાલમાં મળતું નથી, પરંતુ “મિરાતે અહમદી'માં એનાં ઘણાં અવતરણ આવે છે. અમદાવાદ વિશે શીરાઝી નોંધે છે કે “આબાદ થયેલું એ નવું શહેર ધરતીના મુખ પરના સુંદર શ્યામ તલ જેવું શોભી ઊઠયું. નવું શહેર એવું થયું કે એની જોડી એ જમાનામાં આસમાને પણ જોઈ નહતી. આ શહેર તૈયાર થયું ત્યારે પૃથ્વી સપ્તખંડી હતી તે અષ્ટમંડી થઈ.” યાહ્યા સરહિન્દી : એનું પૂરું નામ યાહ્યા બિન અહમદ બીન અબ્દુલ્લાહ સરહિન્દી હતું. એણે ઘેરી વંશના સ્થાપક સુલતાન મહમદશાહથી દિલ્હીના સુલતાન મુબારકશાહ સુધીને ઈતિહાસ પિતાના ગ્રંથમાં લખે, તેથી એણે ગ્રંથનું નામ “તારીખ-ઈ-મુબારકશાહી” રાખ્યું છે. સુલતાન પથિક] એ/૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24