Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગોળે વડ પાસે વરકન્યાને ઉતારે કરાવ્યા. પંખ્યા પછી જ ગામમાં દાખલ થવાય એવો રિવાજ હતે. આ જ સમયે બાલાસિનોર (જિ. ખેડા) તરફ્તા પરબિયાન કુખ્યાત ધાડપાડુ, ગોરે (ખો) બારેયો કાંટડીના સીમાડે આવી ચડ્યો. એણે તપાસ કરતાં ગામના ઠાકોર રાવળજી–સોલંકી હેવાનું માલૂમ પડતાં ધાડ પાડવાનું માંડી વાળ્યું અને ગામમાં વિનંતી મોકલાવી : “આ ગામે હું ધાડ પાડવા આવ્યું હતું, પરંતુ ગામને રાવળજીઓનું રખોપું છે તેથી ધાડ પાડતું નથી, પરંતુ શુકનરૂપે માત રાડાં શેરડીનાં અને એક ઘડે શેરડીને રસ આપે તે હું ગામ ભાગ્યા વગર ચાલ્યા જઈશ.” આમ તે સાત રાડાં શેરડીનાં અને એક ઘડે શેરડીનો રસ આપ એ કાંટડી માટે કોઈ મેટી વાત નહતી. ફળદ્રુપ ખેતરમાં શેરડીના વાડ લચી પડતા હતા. ગોળ પકવવાના કોલુઓ ધમધોકાર ચાલતા હતા. આ જ શેરડીને રસ પીને અલમસ્ત બનેલા રાવળજીઓને એક ધાડપાડુની આવી વાત સ્વીકારવી એ જ શરણાગતિ-સમાન હતું. રાજપૂતો મત સ્વીકારવામાં પાછા પડતા, પણ શરણાગતિ તે અપમાનજનક જિંદગી હતી. એ એઓ કદી સ્વીકારી શકે એમ નહોતું. આથી ઠાકોરએ કહેવડાવ્યું: “જયાં રાવળજીની ઠકરાત હોય ત્યાંથી લુટારાને એક તણખલું પણ અપાય નહિ. લુટારાઓએ સીધે સીધા અહીંથી ચાલ્યા જવું, એમાં જ એમનું ભલું છે.” જવાબ સાંભળી ગોરે બારેયાને પણ અપમાન લાગ્યું. વાત તંતે ચડી-ધીંગાણાનાં મંડાણ થયાં. હમણાં જ પરણીને આવેલા બાજી પખવાની થોડી વાર લેવાથી વડના ઝાડ નીચે જરા આરામ કરવા આડા પડ્યા હતા, ત્યાં જ આ વાત એઓ પાસે આવી, કોઈ પણ જાતને વિચાર કર્યા વગર, કુળની અને ગામની આબરૂ સાચવવા, ભાગેલેથી જ ઘોડે ચડી ધાડ પાછી વાળવા દોડ્યા. ગામમાંથી બીજી મદદ આવી પહોંચે ત્યાં સુધીમાં તે ધાડને ઘણા માણસને પોતાની તેજીલી તલવારના ઘાથી રામશરણ કરી દીધા. ધાડપાડુઓ ભાગ્યા. ધાઠમાં એક ભીલ હતા તેણે કપટ કર્યું. એ બેરડીના ઝુંડમાં છુપાઈ ગયા. એણે બાઇજીની પેઠેથી એમની ઉપર ઘા કર્યો. બાજી પડ્યા, ત્યાં તે આવી પહોંચેલા દરબારોએ ભીલને એક જ ઝાટકે યમસદન પહોંચાડી દીધે. લગ્નનું ખુશીનું વાતાવરણ બાઇજીના મૃત્યુથી શેકમાં ફેરવાઈ ગયું. બાજી જયાં પડવા હતા ત્યાં ગામલોકોએ પાળિયે બનાવ્યો. કણ નદીથી દક્ષિણ દિશાનાં ખેતરને “બાપાવાળાં ખેત” નામ આપ્યું. આજે પણ આ ખેતરે “કયારડાં” આ નામથી જ ઓળખાય છે. કેટલાય કોડ લઈ પરણી આવેલાં પ્રતાતબા પિતાના ઘરને ઊંબરે પહોંચવાને બદલે સ્મથને ચિતાએ પહોંચ્યાં. એ બાછળ પાછળ સતી થયાં. નોંધ:- ૧. મોટીકાંટડી : ગામ કુણ નદી ઉપરના દક્ષિણ કિનારે પહેલાં વસેલું માલુમ પડે છે, જયાં હાલમાં ખંડિયેર મહાદેવ છે. જૂની વાવ છે, જે હમણાં પુરાઈ ગઈ છે. ખેતરમાં મકાનની દીવાલ વગેરેના અવશેષ જોવા મળે છે. નજીકમાં એકાદ બે પુરાણું ધાર્મિક સ્થાને છે. બાજુમાં હડમતિયા તળાવ” નામનું એક નાનું તળાવ છે. એના કિનારે આવેલ મંદિરની મૂર્તિ પુરાણી છે. પશ્ચિક] મે ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24