Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે પાટણમાં આવ્યું હતું. બહાદુરશાહના એક દિલે જાન દોસ્ત તરીકે એ અહર્નિશ ચિંતા કરતે હતે. એને ખ્યાલ બહાદુરશાહની ગાદી સિંકદરખાન પડાવશે એવા એક સ્વપ્નની નોંધ પરથી આવે છે. આ સ્વપ્નને વાસ્તવિક આધાર મળ્યો હતો, જેની નોંધ એણે કરી છે. એણે બહાદુરશાહના રાજ્યાભિષેકથી માંડીને એના અંતકાલ સુધી મહત્ત્વની કામગીરી બજાવી હતી. વચ્ચે એણે ખંભાતના દરોગા તરીકે પણ કામગીરી બજાવી હતી. સુલતાને લેખકને પોતાના દક્ષિણના અભિયાનમાં પણ સામેલ કર્યો હતો. એણે ઈ.સ. ૧૫૨૧ માં મલિક સારંગના હાથ નીચે કામ કર્યું હતું અને ઈડર તથા ડુંગરપુરની લડાઈઓમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી હતી. લગભગ તમામ યુદ્ધોમાં બહાદૂરશાહ સાથે પોતે હતા એમ હુસામુદ્દીન જણાવે છે. બહાદૂરશાહે માંડુ અને ચિત્તોડ પર આક્રમણ કર્યું ત્યારે હુમાયુના વળતા હુમલામાં લેખકની સ્થિતિ ઘણી જ કફોડી થઈ ગઈ. “મિરાતે સિંકદરી'ના લેખકના પિતા મંગૂ અકબરે એને પિતાના તંબુમાં સંતાડીને બચાપી લીધો હતો. ત્યાર બાદ હિંસામુદ્દીનખાનનું શું થયું એની માહિતી મળતી નથી અને ઈ. સ. ૧૫૩૩ પછી એના હાથની લખેલી કોઈ ને પણ પ્રાપ્ત થતી નથી. ગુજરાતના ઇતિહાસ માટે એ સમયની કેટલીક સાંસ્કૃતિક હકીકત તથા સ્થળોનાં નામો માટે એને ઈતિહાસગ્રંથ અમૂલ્ય છે, જોકે એની શૈલી કેટલીક વાર ગૂંચવણભરી બની જાય છે છતાં રેચક અને માહિતીપ્રદ છે. હુસામુદ્દીનખાનના આ કાર્યને બિરદાવતાં શ્રી રત્નમણિરાવ જેરે છે છે કે ગુજરાતના મુસલમાન-સમયના ઈતિહાસે બીજા પ્રાંત કરતાં વધારે સમૃદ્ધ છે અને એમાં તળ-ગુજરાતીઓને હાથે જે ગ્રંથો લખાયા છે તેવા અન્ય પ્રાંતવાસીઓએ પિતાના માટે લખેલા મળતા નથી. આ બધામાં “તારીખે બહાદુરશાહી’નું સ્થાન પણું ઊંચું છે.” શાયર મુતાઈ મુતાઈ મુસાફર હતું અને ઈ. સ. ૧૫૩૧ માં મક્કાથી દીવ આવ્યો હતો. ગુજરાતમાં એ ઘણી જગ્યાએ ફલે. એણે સુલતાન બહાદુરશાહ સાથે સારા સંબંધે કેળવ્યા હતા. એણે કઈ ઈતિહાસગ્રંથ લખ્યો નથી, પરંતુ ગંજ મઆની' નામનું એક મસ્તી-કાવ્ય લખેલું છે. આ કાવ્યમાં ગુજરાતના ઈતિહાસના બે મહત્ત્વના પ્રસંગે આલેખાયા છે. એક પ્રસંગ છે સુલતાન બહાદુરશાહે મળવા જીતી લઈને ગુજરાતમાં મેળવ્યું છે અને બીજો પ્રસંગ એણે પોચુગીઝ પર મેળવેલા વિજયને લગત છે. સીદી અલી રેઈસ: સીદી અલી રેઈસ તુકના એક કાફલાના સેનાપતિ તરીકે ઈરાની અખાતમાં આવેલ. એને મસ્કત આગળ પિચુગીઝના કાફલાને ભેટો થતાં સખત લડાઈ થઈ, જેમાં એ હાર્યો અને ગુજરાતના કિનારા તરફ નાસવા પ્રયત્ન કર્યો. મકરાણના દરિયાકિનારે થઈને ગુજરાત આવતાં એને અરબી સમુદ્રમાં વિટાળિયાનું તેફાન નડયું તેથી એ કચ્છના અખાત તરફ ઘસડાઈ આવ્યા. ત્યાંથી આ કાર્લો બિલકુલ અસ્તવ્યસ્ત હાલતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે પુરમિયાણી વેરાવળ માંગરોળ વગેરે બંદરોએ થઈને દીવ નજીક આવ્યા, પરંતુ પિચુગીથી અલી રેઈસ એટલે બધે ડરી ગયેલે કે એ દીવ ઊતર્યો નહિ, તેથી દક્ષિણ ગુજરાતના દમણ બંદરે એણે પિતાના કાફલાને ઉતાર્યો. દમણમાં એ વખતે મલિક ઈઝીદ નામને ગુજરાતના સુલતાનને વહીવટદાર હતા. તેણે સીદી રઈસને આવકાર્યો. દમણમાં પણ એને સલામતી ન લાગતાં એ સુરત આવ્યા. અલી રેઈસ તથા એના માણસોને પિચુગીને ડર એટલે બધો હતો કે એઓ સુરત દરિયાઈ માગને બદલે જમીન-માગે ગયા. લગભગ એના તમામ માણસેએ ગુજરાતમાં નેકરી સ્વીકારી લીધી. આ સીદી અલી રઈસ નૌકાસેનાપતિની સાથે સાથે કવિ લેખ ગણિતશાસ્ત્રી ભૂગોળશાસ્ત્રી ખગોળશાસ્ત્રી અને એમનોલેજ(સમુદ્રને લગતા શાસ્ત્ર)ને ખાસ જાણકાર હતો. એણે “અલગ્રહિત (મહાસાગર) નામનું એક પુસ્તક ઈ. સ. ૧૫૫૪ માં અમદાવાદમાં રહીને લખ્યું તથા પૂરું કર્યું હતું. પથિક] મે ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24