Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત એણે “મિરાત અલ મમાલિક (દશાનું દર્પણ) નામનો એક પ્રવાસગ્રંથ લખે. છે. એમાં એણે પિતાની નૌકા સેનાપતિ તરીકેની કામગીરી તે વર્ણવી છે, સાથે સાથે ગુજરાતના ઈતિહાસને લગતી ઘણી બાબતે દર્શાવી છે. ગુજરાતના ઇતિહાસની લેખન-પ્રવૃત્તિમાં એનું સ્થાન અદ્વિતીય છે. છે. કેમિસેરિયટે એમના ગુજરાતના ઇતિહાસમાં આ સીદી અલી રેઈસ માટે એક આખુ પ્રકરણ લખેલું છે. આમાં એનું ચરિત્ર તથા ગુજરાત સાથે સંબંધ ધરાવતી ન હોય એવી ઘટનાઓ પણું આલેખી છે. સીદી રેઈસની મુસાફરીના અહેવાલનો ગુજરાતને લગતે ભાગ અંગ્રેજીમાં ભાષાંતર કરી હેમરે મુંબઈની સાહિત્ય સભાના ઉપક્રમે પ્રસિદ્ધ કરેલ છે. મિરાત અલ મમાલિકીમાં ગુજરાતના એ સમયના રાજકીય વાતાવરણનું પણ વર્ણન છે. એણે નોંધ્યું છે કે સુલતાન અહમદશાહ ત્રીજાએ નાસીરઉમ્મુલક નામના વિદ્રોહીને વિદ્રોહ કચડી નાખવા માટે લેખકના ૨૦૦ તુક સૈનિકોની મદદ લીધેલી. સુરતથી અમદાવાદની એની મુસાફરી ઘણી જ રસિક છે. અમદાવાદથી એ પાટણ પહોંચેલા ત્યાં એ વખતે શેરખાન ફેલાદીત્રા અફઘાને અને સમીને ફતેહખાન બલૂચના મકરાણીઓ વચ્ચે સંધર્ષ ચાલતું હતું, જેને એણે ઉપર્યુક્ત ગ્રંથમાં તાદશ ચિતાર આપ્યો છે. એ વખતે સમગ્ર ગુજરાતમાં કેવી અશાંતિ અને અરાજકતા ભરી સ્થિતિ હતી એને ખ્યાલ આવે છે. એણે ગુજરાતને વાણિયાઓને દેશ કહ્યો છે એ સૂચક ગણાય. અહમદ યાદગાર: અહમદ યાદગાર સૂર વંશના સુલતાનની સેવામાં હતું. સુલતાન દાઉદશાહે એને અફઘાન સુલતાનેનો ઈતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું તેથી એણે “તારીખ-ઈસલાતીન-અફઘાન” નામના ઇતિહાસગ્રંથની રચના કરી એણે પિતાના ઈતિહાસની શરૂઆત બહલોલ લેદીના શાસનકાલથી કરી છે અને એનું છેલ્લું પ્રકરણ વિક્રમાદિત્ય હેમુને મુઘલો દ્વારા પકડવામાં આવ્યો ત્યાં પૂરું થાય છે. લેખકના પિતાએ હુમાયુના ગુજરાત પરના આક્રમણમાં ભાગ લીધો હતો. એ નેધે છે કે ઈબ્રાહીમ લેદીના કાકા આલમખાને નિષ્ફળ બળવો કર્યા પછી બદષ્ણા થઈને ગુજરાતમાં આશ્રય લીધો હતે. ઉપરાંત સુલતાન આદિલશાહ સૂર અને એક ભવિષ્યવેત્તા વચ્ચેની વાતચીતમાં એક ભવિષ્યકથનમાં અત્યંત રસપ્રદ રીતે ખંભાતને ઉલેખ આવે છે. કેટલાક અજ્ઞાત લેખકે: ઉપયુક્ત લેખકે ઉપરાંત કેટલાક અનામી-અજ્ઞાત લેખકોની ગુજરાતના ઇતિહાસવિષયક રચનાઓ પ્રાપ્ત થાય છે. આમાં ક્યાંય લેખકનું નામ જોવા મળતું નથી. આવી કૃતિઓમાં “મુઝફરશાહી' નામને ગ્રંથ અગત્યનું છે. એમાં સુલતાન ઝફરખાન ઉર્ફે મુઝફ્ફરશાહના શાસનને અહેવાલ છે. પ્રસ્તુત રચનામાં ઈ. સ. ૧૩૪૧ થી ઈ. સ. ૧૪૧૧ સુધીને કાલખંડ આવરી લેવાયા છે. એની કઈ પ્રત અત્યારે મળતી નથી, પરંતુ એની પછીથી લખાયેલ તવારીખેમાં આ ગ્રંથને ઉલ્લેખ તેમ સંદર્ભે મળે છે. બીજી કૃતિ છે ‘તારીખે ઈબ્રાહીમી,” જેને “તવારીખેહુમાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથમાં ઝફરખાનની ઈ. સ. ૧૩૯૧માં ગુજરાતના સૂબા તરીકે નિમણુંક થઈ ત્યારથી માંડીને સુલતાન મહમૂદશાહ બીજાના સમય એટલે કે ઈ. સ. ૧૫૩૭ સુધીને ટૂંકમાં ઈતિહાસ આપવામાં આવ્યો છે. ત્રીજી અગત્યની કૃતિ છે “તારીખે મુઝફરશાહી'. એમાં ગુજરાતને ઈ. સ. ૧૫૬ થી ૧૫૭૩ સુધીને ઈત્તિહાસ અત્યંત વિગતપૂર્ણ રીતે આવરી લેવાય છે. આ ઉપરાંત આવી જ એક અન્ય કૃતિ “તારીખ–ઈ–મુહમુદશાહી' નામની મળે છે, જેને લેખક પણ અજ્ઞાત છે. છે. ઉગમણે ભાટવાડે, વિસનગર-૩૮૨૩૧૫ ૧૦ ] મ/૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24