Book Title: Parishaha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ પરીષણ ૧૨૫ ધાર્મિક હેતુથી શ્રદ્ધાપૂર્વક કેટલાંક માણસો કષ્ટ સહન કરવા તૈયાર હોય છે, પણ તેમાં ઘણી વાર તપશ્ચર્યાની ભાવના હોય છે. અગ્નિમાં ચાલવું, ખીલાની શય્યા પર સૂઈ જવું, શરીરે ચાબખા મારવા, ઊંધા લટકવું વગેર પ્રકારનાં કષ્ટો તેવા પ્રકારના તપસ્વીઓ સહન કરે છે. કાયક્લેશ’ એ એક પ્રકારનું તપ છે. યોગીઓ કષ્ટસાધ્ય એવાં આસનોમાં લાંબો સમય બેસવાનો મહાવરો રાખે છે. કેટલાક તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ, એકટાણું (એકાસણું) વગેરે પ્રકારની એવી તપશ્ચર્યા કરે છે કે જેમાં શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવાનું હોય છે. પરીષહ અને આ પ્રકારની તપશ્ચર્યામાં ફરક એ છે કે પરીષહમાં કષ્ટ આવી પડે તો અને ત્યારે તેમાંથી દૂર ન ભાગતાં તે સમભાવથી સહી લેવાનું હોય છે, જ્યારે કાયક્લાદિ તપશ્ચર્યામાં તેવું કષ્ટ અચાનક આવી પડેલું હોતું નથી, પણ તેવી વ્યક્તિ સ્વેચ્છાએ, સામેથી તેવું કષ્ટ સહન કરવા માટે તનમનથી સજ્જ થાય છે. ગૃહસ્થો આવી પડેલાં કષ્ટોને સહન કરવા માટે સામાન્ય રીતે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા ઉત્સુક રહેવું તેમને માટે સ્વાભાવિક હોય છે. માટે પરીષહની વાત જૈન ધર્મમાં ગૃહસ્થો કરતાં મુખ્યત્વે સાધુઓને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ગૃહસ્થોએ ક્યારેય પરીષહનો વિચાર કરવાનો નથી. બાર વ્રતધારી શ્રાવકો કે અન્ય જે કોઈ ગૃહસ્થો સ્વેચ્છાએ સમભાવપૂર્વક પરીષહ સહન કરી લે તો તેથી તેમને પણ સંયમ, સંવર, નિર્જરાદિનો લાભ થાય છે. આમ વ્રતધારી ગૃહસ્થોને માટે અને ખાસ કરીને સાધુઓ માટે વિવિધ પ્રકારનાં શારીરિક અને માનસિક કષ્ટ એટલે કે પરીષહ સહન કરવાની વાત વ્યવસ્થિતપણે, સવિગત અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ જો કોઈ ધર્મમાં કરવામાં આવી હોય તો તે જૈન ધર્મમાં જ છે. સાધુઓએ પરીષહ શા માટે સહન કરવા જોઈએ ? તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ પરીષહની વ્યાખ્યા બાંધતાં લખ્યું છે : मार्गाच्यवननिर्जरार्थ परिषाढव्या परीषहाः। અર્થાત્ સંયમના માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરીષહ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14