Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249479/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરીષહ પરીષહ જૈન પારિભાષિક શબ્દ છે. જૈન શાસ્ત્રોમાં તે અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે. પરિષદ' શબ્દ પૂરિ + સદ ઉપરથી આવ્યો છે. પરિ એટલે ચારે બાજુ અથવા વિશેષપણે. સદ એટલે સહન કરવું. ર + સદની સંધિ થતાં પરિષદ થાય છે. (વિકલ્પ પરીસહ, પરિસહ, પરિષહ, પરીષહ પણ લખાય છે.) પરીષહની સાદી વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે પરિપદ્યતે ત પરીપદ. (રન્નેિને તિ લિહા ) એટલે જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરીષહ. સહન કરવાનું કષ્ટોની બાબતમાં હોય છે. કષ્ટો શારીરિક હોય છે અને માનસિક પણ હોય છે. કેટલાંક કષ્ટો સુધા, તૃષાની જેમ શરીરની અંદરથી ઉત્પન્ન થયેલાં હોય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી જેવાં કેટલાંક કષ્ટો બહારથી ઉદ્દભવેલાં હોય છે. સામાન્ય માણસોમાં હર્ષથી કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી હોતી. લાચારીથી મન વગર કષ્ટ સહન કરવો પડે તે જુદી વાત છે. પોતાની શારીરિક કે માનસિક તાકાત વધારવા માટે કેટલાક માણસો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાની ટેવ પાડે અને વધારે છે તે પણ જુદી જ વાત છે. યુદ્ધમાં સૈનિકો ભારે કષ્ટો સહન કરીને, ભૂખ કે તરસ વેઠીને, લાંબું અંતર ચાલીને પણ લડી શકે અથવા સાધારણ ઘવાયા હોય તો પણ ઝઝૂમી શકે, એ માટે તેઓને આરંભથી જ મોટાં ભારે કષ્ટો સહન કરવાની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. મજૂરો, નોકર-ચાકરો વગેરે વર્ગ આજીવિકા માટે ભારે વજન ઊંચકવું, સતત ઊભા રહેવું, ઉજાગરા કરવા, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારનાં કષ્ટો સહન કરે છે. પરંતુ જો તેમાં લાભ કે સ્વાર્થનું પ્રયોજન ન હોય તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા બહુ ઓછાં માણસો તૈયાર રહે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પરીષણ ૧૨૫ ધાર્મિક હેતુથી શ્રદ્ધાપૂર્વક કેટલાંક માણસો કષ્ટ સહન કરવા તૈયાર હોય છે, પણ તેમાં ઘણી વાર તપશ્ચર્યાની ભાવના હોય છે. અગ્નિમાં ચાલવું, ખીલાની શય્યા પર સૂઈ જવું, શરીરે ચાબખા મારવા, ઊંધા લટકવું વગેર પ્રકારનાં કષ્ટો તેવા પ્રકારના તપસ્વીઓ સહન કરે છે. કાયક્લેશ’ એ એક પ્રકારનું તપ છે. યોગીઓ કષ્ટસાધ્ય એવાં આસનોમાં લાંબો સમય બેસવાનો મહાવરો રાખે છે. કેટલાક તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ, એકટાણું (એકાસણું) વગેરે પ્રકારની એવી તપશ્ચર્યા કરે છે કે જેમાં શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવાનું હોય છે. પરીષહ અને આ પ્રકારની તપશ્ચર્યામાં ફરક એ છે કે પરીષહમાં કષ્ટ આવી પડે તો અને ત્યારે તેમાંથી દૂર ન ભાગતાં તે સમભાવથી સહી લેવાનું હોય છે, જ્યારે કાયક્લાદિ તપશ્ચર્યામાં તેવું કષ્ટ અચાનક આવી પડેલું હોતું નથી, પણ તેવી વ્યક્તિ સ્વેચ્છાએ, સામેથી તેવું કષ્ટ સહન કરવા માટે તનમનથી સજ્જ થાય છે. ગૃહસ્થો આવી પડેલાં કષ્ટોને સહન કરવા માટે સામાન્ય રીતે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા ઉત્સુક રહેવું તેમને માટે સ્વાભાવિક હોય છે. માટે પરીષહની વાત જૈન ધર્મમાં ગૃહસ્થો કરતાં મુખ્યત્વે સાધુઓને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ગૃહસ્થોએ ક્યારેય પરીષહનો વિચાર કરવાનો નથી. બાર વ્રતધારી શ્રાવકો કે અન્ય જે કોઈ ગૃહસ્થો સ્વેચ્છાએ સમભાવપૂર્વક પરીષહ સહન કરી લે તો તેથી તેમને પણ સંયમ, સંવર, નિર્જરાદિનો લાભ થાય છે. આમ વ્રતધારી ગૃહસ્થોને માટે અને ખાસ કરીને સાધુઓ માટે વિવિધ પ્રકારનાં શારીરિક અને માનસિક કષ્ટ એટલે કે પરીષહ સહન કરવાની વાત વ્યવસ્થિતપણે, સવિગત અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ જો કોઈ ધર્મમાં કરવામાં આવી હોય તો તે જૈન ધર્મમાં જ છે. સાધુઓએ પરીષહ શા માટે સહન કરવા જોઈએ ? તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ પરીષહની વ્યાખ્યા બાંધતાં લખ્યું છે : मार्गाच्यवननिर्जरार्थ परिषाढव्या परीषहाः। અર્થાત્ સંયમના માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરીષહ કહેવામાં આવે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પરીષહની વ્યાખ્યા આપતાં અન્યત્ર કહેવાયું છે કે : क्षुधादिवेदनोत्पात्तौ कर्मनिर्जरार्थं सहनं परीषहः । (ક્ષુધા વગેરે વેદનાની ઉત્પત્તિને કર્મનિર્જરાની દૃષ્ટિથી સહન કરી લેવી તેનું નામ ‘પરીષહ' છે.) જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે બાવીસ પ્રકારના પરીષહ ગણવામાં આવ્યા છે. ‘નવતત્ત્વ પ્રકરણમાં સંવરતત્ત્વના વિવરણમાં કહ્યું છે : खुहा पिवासा सी उन्हें दंसा चेलारईत्थिओ | चरिया निसिहिया सिज्जा, अक्कोस वह जायण । . જિનતત્ત્વ अलाभरोग तणफासा, मल सक्कार परीसहा । पन्ना अन्नाण सम्मतं इअ बावीस परीसहा ।। ૧. ક્ષુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. દંશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નૈષધિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ. ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મલ, ૧૯. સત્કાર-પુરસ્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨, દર્શન. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’નું આખું બીજું અધ્યયન પરીષહ વિષેનું છે. એમાં આ બાવીસ પરીષહ સમજાવવામાં આવ્યા છે. એ અધ્યયનમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે : इह खलु बावीसं परीषहा समणेणं भगवया महावीरेणं कोसवेणं पवेइया, जे भिक्खु सोच्चा नच्चा जेच्चा अभिमुय, भिक्खायरियाए परिच्चयंतो पुट्ठो ना विहन्नेज्जा | (કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે આ બાવીસ પરીષહ કહ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતાં જો સપડાય તો કાયર ન બને, અર્થાત્ ભિક્ષુ પરીષહથી વિચલિત ન થાય.) આ બાવીસ પરીષહમાંથી કેટલાક શારીરિક છે, કેટલાક માનસિક છે; કેટલાક અનુકૂળ પરીષહ છે અને કેટલાક પ્રતિકૂળ પરીષહ છે. વસ્તુતઃ જે અનુકૂળ પરીષહ હોય તે અનુકૂળતા કરીને કે પ્રમાદ્ય ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરીને સાધુને સંયમમાર્ગથી ચલિત કરનાર છે. જે પ્રતિકૂળ પરીષહ છે તે કષ્ટો આપીને ચલિત કરનાર છે. પરંતુ પરીષહથી વિચલિત ન થવું અને સંયમમાર્ગમાં દૃઢ રહેવું એ જ સાધુનું કર્તવ્ય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૨૭ ભગવાન મહાવીરે સાધુઓને, સાધક આત્માઓને પરીષહ અને ઉપસર્ગ બંને સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય હોય છે, ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગોની સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. જે પરીષહ સહન ન કરી શકે તે ઉપસર્ગ સહન ન જ કરી શકે. પરીષહ કરતાં ઉપસર્ગમાં સામાન્ય રીતે કર્મક્ષયને વધુ અવકાશ રહેલો છે. કેટલાક પરીષહ અતિશય તીવ્ર બનતાં ઉપસર્ગમાં પરિણમે છે. પરીષહથી ક્યારેક અશાતાનો, ક્રોધાદિ કષાયોનો અનુભવ થવાનો સંભવ રહે છે. એવે વખતે સાધુઓએ ચિત્તમાં સમતા, સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે જેથી નવાં અશુભ કર્મો બંધાય નહિ, અને ઉદયમાં આવેલાં અશુભ કર્મો ભોગવાઈ જાય. એટલા માટે પરીષહ એ સંવરનું મોટું નિમિત્ત બને છે, અને કર્મક્ષય કરવામાં મદદરૂપ થાય છે. માટે જ પરીષહ અને ઉપસર્ગ પ્રત્યે સાચા સાધકે મિત્રબુદ્ધિથી જોવું જોઈએ, પોતાના ઉપર ઉપકાર થઈ રહ્યો છે એવી ઉપકારબુદ્ધિથી પરીષહ અને ઉત્સર્ગ પ્રત્યે સાધુઓએ, આરાધકોએ વિચારવું જોઈએ. શાસ્ત્રોમાં ગણાવેલ બાવીસ પરીષહ નીચે પ્રમાણે છે : (૧) સુધા પરીષહ : મુનિ મહારાજે સુધા સંતોષવાને અર્થે ગોચરી વહોરવા જવું પડે છે. મુનિઓએ શાસ્ત્રોમાં બતાવેલા ૪૨ પ્રકારના દોષથી રહિત હોય એવી ભિક્ષા વાપરવાની હોય છે. કોઈ વખત શાસ્ત્રાજ્ઞા અનુસાર ગોચરી ન મળે તો સુધાનું કષ્ટ વેઠવાનું આવે છે. તેવે વખતે તે પરીષહ સાધુઓએ ઉલ્લાસપૂર્વક સહન કરી લેવો જોઈએ. આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દોષિત ગોચરી વાપરવી ન જોઈએ. વળી દોષરહિત ગોચરી ન મળે તો તેવી ગોચરી બનાવવા માટે ગૃહસ્થને સૂચના ન કરવી જોઈએ. યોગ્ય ગોચરી મળી હોય તો સારું થાત એ ભાવ પણ મનમાં ન આણવો જોઈએ. ગોચરી ન મળવાને કારણે મનમાં ખિન્નતા ન આણવી જોઈએ. સાધુ-ભગવંતોએ ગોચરીની બાબતમાં એવા ભાવનું સેવન કરવું જોઈએ કે પોતાને જો યોગ્ય ગોચરી મળશે તો સંયમની વૃદ્ધિ અને જ્ઞાનની આરાધના થશે તેમજ જો નહિ મળે તો તપની વૃદ્ધિ થશે અને સુધાવેદનીય કર્મનો ક્ષય થશે. હંમેશાં ઉદય ભાવમાં રહેતા સુધાવેદનીય કર્મને જીતવાનું કાર્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનતત્ત્વ ઘણું કઠિન છે. સાધુ-ભગવંતોએ ક્ષુધા પરીષહ ઉપર વિજય મેળવવાનો છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં કહ્યું છે : कालीव्वंगसंकासे किसे धमणिसंतए । मायन्त्रे असणपाणस्स अदीनमणसो चरे ॥ (ભૂખથી સુકાઈને શરીર કાગડાના પગ જેવું કૃશ થઈ જાય, નસો દેખાવા લાગે તો પણ આહારપાણીની મર્યાદા જાણનાર સાધુ મનમાં દીનતા લાવ્યા વગર વિચરે.) (૨) તૃષા (પિપાસા-પીવાસા) પરીષહ : તરસ લાગી હોય તો મુનિ મહારાજ દોષરહિત અચેત પાણી જ વાપરે. તે ન મળે તો તૃષા સહન કરે, પરંતુ ગમે તેટલી તરસ લાગી હોય તોપણ દોષયુક્ત કાચું, સચિત્ત પાણી ન વાપરે. એટલું જ નહિ, તે વાપરવાની મનમાં ઇચ્છા પણ ન સેવે. આવી રીતે ગમે તેવી તરસ લાગી હોય તો પણ તેઓ પોતાના ચિત્તને સ્વસ્થ રાખે. (૩) શીત (સીય) પરીષહ : શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી પડતી હોય તોપણ મુનિ મહારાજ તે સહન કરે. ઠંડીથી બચવા માટે પોતાની વસ્ત્રની મર્યાદા ઉપરાંત વધુ વસ્ત્રો કામળી, કામળા રાખે નહિ, અને તે માટેની મનમાં ઇચ્છા પણ કરે નહિ. પોતાના મનને સ્વસ્થ અને સ્થિર રાખી શીત પરીષહને તેઓએ સહન કરી લેવો જોઈએ. (૪) ઉષ્ણ (ઉસિણ) પરીષહ : પ્રખર ઉનાળામાં ગમે તેટલી ગરમી પડતી હોય તો પણ મુનિ ભગવંત આકુળવ્યાકુળ થયા વગર તે ગરમીથી બચવા સ્નાનાદિ ક્રિયા ન કરે, કે જળ વગેરેનો ઉપયોગ ન કરે, વળી ઔષધકીય કે અન્ય કોઈ પણ પ્રકારનો શીતોપચાર સેવે નહિ અને તે માટે ઇચ્છા પણ ન કરે. (૫) દંસ (દંસમસગ) પરીષહ : શરીર ઉપર ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરે પીડા કરે તો મુનિ ભગવંત તે સમભાવથી સહન કરી લે. તે જીવોને શરીર પરથી ઉડાવવા કે ખસેડવા પ્રયત્ન કરે નહિ અને તે જીવો વિશે મનથી અશુભ પણ ચિંતવે નહિ. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે : Page #6 -------------------------------------------------------------------------- ________________ પરીષહ ૧૨૯ न संतसे न वारेज्जा मणं पि न पआसए। उवेह न इणे चाणे भंजते मंससोणिय।। (માંસ અને લોહીને ચૂસે – ખાય છતાં સાધુ પ્રાણીઓને સતાવે નહિ, અટકાવે નહિ, હણે નહિ એટલું જ નહિ એ માટે પોતાના મનને પણ દૂષિત ન કરે ) (ક) અચલક પરીષહ : - સાધુ મહારાજનાં વસ્ત્રો જૂનાં થઈ ગયાં હોય, ફાટી ગયાં હોય કે ચોર વગેરે કોઈ ઉઠાવી ગયા હોય તો પણ લજ્જા, ચિંતા, ખેદ ઇત્યાદિ કરે નહિ. વળી સારા વસ્ત્રની ઇચ્છા કરે નહિ. પોતાના શરીર પરનો જીર્ણ, મલિન કે ફાટેલાં વસ્ત્રને માટે મનમાં ક્ષોભ કે દીનતાનો ભાવ આવવા દે નહિ. અથવા સારાં વસ્ત્રો મેળવવા કે પહેરવા માટેની મનમાં અભિલાષા ન રાખે. જે વસ્ત્ર મળ્યું તે સમભાવથી ગ્રહણ કરે. સારું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં રાજી પણ ન થાય અને હલકું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં ખિન્ન પણ ન થાય. જિનકલ્પી સાધુઓ અથવા દિગમ્બર સાધુઓ વસ્ત્રરહિત હોય તો તેઓએ નગ્ન પરીષહને સ્વેચ્છાએ સ્વીકારી લેવો જોઈએ. તે માટે મનમાં ક્ષોભ કે લજ્જાનો ભાવ ન આવવા દેવો જોઈએ. (૭) અરતિ (અરઇ) પરીષહ : અરતિ એટલે આનંદનો અભાવ; અરતિ એટલે ગ્લાનિ, શોક, ચિંતા વગેરે. સાધુ ભગવંતને સંયમમાર્ગની આરાધનામાં કોઈ પણ પ્રતિકૂળ પદાર્થો મળે તોપણ તેથી ચિત્તમાં સંયમમાર્ગ માટે કે તેવાં નિમિત્તો માટે અરતિ કે અરુચિનો ભાવ આવવા ન દેવો જોઈએ. પોતાના જીવે પૂર્વજન્મમાં નરક કે તિર્યંચ ગતિમાં જે કંઈ દુઃખો સહન કર્યો હશે તેની સરખામણીમાં વર્તમાન પ્રતિકૂળ પદાથોનું કષ્ટ તો કશી જ વિસાતમાં નથી એવો શુભ ભાવ મનમાં સેવી અરતિ પરીષહને સહન કરી લેવો જોઈએ. (૮) સ્ત્રી (ઇન્ચી) પરીષહ : - સાધુ ભગવંતોને પાપિણી સ્ત્રીઓ તરફથી પરીષહ સહન કરવાના પ્રસંગો ક્યારેક આવી પડે છે. બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તરફ વિવિધ લાલસાઓના કારણે દુરાચારી સ્ત્રીઓને આકર્ષણ થવાના પ્રસંગો દુનિયામાં બન્યા કરે છે. એવી સ્ત્રીઓ સાધુ ભગવંતને હાવભાવ, કટાક્ષ, મધુર વચન Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૩) જિનતત્વ વગેરે દ્વારા આકર્ષવા માટેની સરાગ ચેષ્ટાઓ એકાંતમાં કરે છે. તેવે વખતે ભલભલા સાધુઓનું, મન, વચન કે કાયાથી કે એ ત્રણેથી પતન થઈ જાય છે એટલા માટે સાધુઓએ સ્ત્રીઓ સાથેનો એકાંત-પ્રસંગ બિલકુલ રાખવો ન જોઈએ, અને બ્રહ્મચર્યવ્રતનું નવવાડપૂર્વક સાચી નિષ્ઠાથી સેવન કરવું જોઈએ. કોઈ સ્ત્રી દુરાચારી જણાય તો તેના તરફથી પોતાના મનને નિવૃત્ત કરી લેવું જોઈએ. “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – समाए पेहाए परिव्ययंतो। सिया मणो निस्सरइ बहिद्धा ।। न सा महं नो वि अहं पि तीसे। ત્રેવ તાણી વિન્ન રાi (સમબુદ્ધિ રાખીને વિચરતાં સ્ત્રીઓ વગેરેને જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો “તે મારા નથી અને હું તેમનો નથી' – એવો વિચાર કરી તેના પરનો નેહ-રાગ નિવારવો.) आयावयाही चय सागमल्लं । कामे कमाही कमियं खु दुक्खं ।। छिंदाहि दोसं विणएज्ज रागं। एवं सुहि होहिसी संपराए।।५।। શરીરનું સુકોમળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઉણોદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરવો, ભૂખ સહન કરવી – એમ કરવાથી શબ્દાદિક કામભોગ અને તેનાથી ઉત્પન્ન થતાં રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. જેમ સાધુઓએ સ્ત્રીઓથી અને કામભોગના પદાર્થોથી વિમુખ રહેવું જોઈએ તેમ સાધ્વીઓએ પણ પુરુષો અને કામભોગના પદાર્થોથી વિમુખ બની સંયમમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ. એવા અનુકૂળ પરીષદોથી ન આકર્ષાતાં ચિત્તને દૃઢતાથી ચારિત્રશુદ્ધિમાં એકાગ્ર કરી દેવું જોઈએ. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : संगो एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ। जस्स एया परित्राया सुकडं तस्स सामण्णं ।। (લોકમાં સ્ત્રીઓ મનુષ્યોને આસક્તિના નિમિત્તરૂપ છે એવું જેમણે જાણ્યું તેમનું શ્રમણત્વ સફળ થયું સમજવું.) Page #8 -------------------------------------------------------------------------- ________________ પરીષહ (૯) ચર્યા (ચરિયા) પરીષહ : સાધુ ભગવંતોએ એક ગામથી બીજે ગામ વિચરતાં રહેવું જોઈએ. આવી રીતે વિહાર કરવામાં શારીરિક થાક લાગે છે કે કષ્ટો પડે છે, પરંતુ તે સમભાવપૂર્વક સહન કરી લેવાં જોઈએ, કારણ કે સાધુ મહાત્માઓએ કોઈ પણ એક જ સ્થળે લાંબો સમય નિવાસ કરવો ન જોઈએ. તેમ કરવાથી તે સ્થળ અને ત્યાંની વ્યક્તિઓ પ્રત્યે રાગદ્વેષ થવાનાં ઘણાં નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સાધુઓને એક ગામથી બીજે ગામ વિહારની આજ્ઞા કરેલી છે. ચાતુર્માસમાં કોઈ પણ એક સ્થળે ચાર મહિના માટે સ્થિર વાસ કરી શકાય, જેથી એ સ્થળને ધર્મબોધનો વિશેષ લાભ મળે. બાકીના સમયમાં, શેષકાળમાં કોઈ પણ એક સ્થળે, ખાસ મહત્ત્વનું કે વિશિષ્ટ પ્રયોજન ન હોય તો, એક મહિનાથી વધુ સમય વાસ ન કરી શકાય. એટલે કે શૈષકાળના આઠ મહિનામાં ઓછામાં ઓછા આઠ વિહાર તો થવા જ જોઈએ. ચાતુર્માસનો એક વિહાર અને આઠ મહિનાના આઠ વિહાર એમ વર્ષ દરમિયાન ઓછામાં ઓછો કુલ નવકલ્પી વિહાર સાધુ ભગવંતોએ અવશ્ય કરવો જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી સાધુ ભગવંતો માટે તથા એમની વૈયાવચ્ચ કરનાર મુનિઓ માટે અપવાદ રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે વિદ્યાભ્યાસ માટે ગુરુ ભગવંત કે સંધની આજ્ઞા સહિત મુનિને માટે એક સ્થળે વધુ સમય વાસ કરવાનો અપવાદ પણ રાખવામાં આવ્યો છે. (૧૦) નૈષધિકી (નિસીઠિયા) પરીષહ : સાધુ મહારાજોને વિહારમાં ચાલતાં ચાલતાં રસ્તામાં વિશ્રામ કરવો પડે અથવા ક્યાંક કાયોત્સર્ગ, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયા કરવી પડે તે વખતે જે જે સ્થળ મળે તે સમભાવથી સ્વીકારી લેવું જોઈએ. સ્મશાનભૂમિ હોય, જંગલ, ખંડિયેર કે એવી બીજી કોઈ જગ્યા હોય તો તેવા સ્થળ માટે મનમાં ગમાઅણગમાના કે રાગદ્વેષના ભાવ ન ઊઠવા દેવા તેનું નૈષધિકી પ્રીષહ છે. (૧૧) શય્યા (સેજ્જા) પરીષહ : ૧૩૧ વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પોતાને બેસવા કે સૂવા માટે મળેલી જગ્યા ઊંચીનીચી હોય, બહુ તડકો, ટાઢ કે પવનવાળી જગ્યા હોય તોપણ તે માટે મનમાં જરા પણ ઉદ્વેગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેનો સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનત (૧૨) આક્રોશ પરીષહ : સાધુ ભગવંતોનો વેશ એવો છે કે તે જોઈને જ કૂતરાં ભસે; અદેખા કે અજ્ઞાન માણસો અપમાન કરે; પરધર્મી મનુષ્યો કઠોર વચન કહે; કોઈ તુચ્છકારે; કોઈ નિંદા કરે; કોઈ આળ ચઢાવે કે અપશબ્દો બોલે; કોઈ “દંભી', પાખંડી કહી ગુસ્સો કરે તો તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કરવો, પરંતુ પોતાના અશુભ કર્મોનો ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઈએ. (૧૩) વધ પરીષદ: કોઈ પણ માણસ વધુ પડતા લેવામાં આવી જઈને માર મારે તોપણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઈએ. કદાચ કોઈ પોતાનો વધ કરવા આવે તો તે વખતે પણ તેવી વ્યક્તિ પ્રત્યે કશો પણ અશુભ ભાવ ન ચિતવતાં “હું તો અજરામર અખંડિત આત્મા છું. એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (ાયણા) પરીષાહ ? જેમણે સંયમનો માર્ગ ગ્રહણ કરી સાધુ-જીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે યાચના કરવાના પ્રસંગો તો અનેક વાર કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના ઇંકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે “હું માગવા માટે કેમ જાઉં? મને તો શરમ આવે છે. તો તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવવો ન જોઈએ. સાધુ-જીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, લોભ કે લજ્જાનો ભાવ આવવા દેવો ન જોઈએ. પોતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાધ્વીઓને માટે કોઈ વટનો પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળા પણ ન બની જવું જોઈએ, કારણ કે એથી માત્માનું સત્ત્વ હણાય છે, તૃષ્ણા કે વાસના વધે છે. ભાગવાનો પોતાનો હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકોચ ચાલ્યો જાય છે અને આત્માની દિનતા પ્રગટ થાય છે. સાધુ ભગવંતોએ એકંદરે તો અયાચક જ રહેવું જોઈએ, પણ યાચના કરવાનો પ્રસંગ આવે ત્યારે તે પરીષહ સહન કરી લેવો જોઈએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પરીયહ ૧૩૩ (૧૫) અલાભ પરીષહ ? સાધુજીવનનો નિર્વાહ યાચનાથી થાય છે, પરંતુ પોતાને ખપતી ગોચરી કે ચીજવસ્તુઓ જયાં પોતે જાય ત્યાં તરત જ તે મળી જાય એવું નથી હોતું. કોઈ વખત ન પણ મળે. આપવાની શક્તિ હોવા છતાં ગૃહસ્થ ન પણ આપે. એવે વખતે મનમાં ખેદ કે ગ્લાનિ ન કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રત્યે મનમાં તિરસ્કાર કે બીજા કોઈ પ્રકારનો દુર્ભાવ ન આણવો જોઈએ. એવે વખતે પોતાનું લાભાંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજી સમતા અનુભવવી જોઈએ. () રોગ પરીષહ : સંયમ લીધા પછી સાધુ જીવનમાં ખાવાપીવાની બાબતમાં ઘણી મર્યાદ આવી જાય છે. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ હોય છે. કેટલીક વખત પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ અને અનુરૂપ ગોચરી ન મળે તો પિત્ત, વાયુ વગેરેનો ઉપદ્રવ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીરમાં જાતજાતના રોગ પેદા થવા લાગે છે, રોગ ઉત્પન્ન થાય ત્યારે મુનિઓએ ઘનતા અનુભવવી જોઈએ. પોતાનાં અશુભ કર્મ ભોગવાઈ રહ્યાં છે એમ ચિતવી રોગ સહન કરી લેવો જોઈએ. ઉત્તમ મહાત્મા તો ઔષધ વગેરેની ઇચ્છા પણ ન કરે. રોગ વખતે સમાધિભાવમાં રહે. આવી રીતે રોગ પરીષહને જીતી શકાય. (૧૭) તૃણસ્પર્શ (તણફાસ) પરીષહ : કોઈ વખત ઘાસના સંથારામાં સૂવું પડે અને ઘાસની અણી વાગે તો તે સાહજિકતાથી સહન કરી લેવી એ તૃણસ્પર્શ પરીષહનો અર્થ છે. સાધુઓની સંયમચર્યા ઘણી કઠિન હોય છે. બેસતાં-સૂતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શ પોતાના શરીરથી સહન ન થાય તેવે વખતે પણ તે સમભાવથી સહન કરી લેવો જોઈએ અને પોતાના ગૃહસ્થ જીવનની સુવા-બેસવાની અનુકૂળ સ્થિતિને યાદ ન કરવી જોઈએ. (૧૮) મલ પરીષહ : જે મહાત્માઓ બ્રહ્મચર્યવ્રતનું અખંડ પાલન કરે છે તેમને પરસેવો કે મેલ ઓછા હોય છે. જૈન સાધુ-સાધ્વીઓ સ્નાન કરતાં નથી, ત, પ્રવાલન કે Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનતત્ત્વ કોગળા કરતાં નથી તેમ છતાં તેમના શરીરમાંથી કે મુખમાંથી સામાન્ય રીતે દુર્ગધ આવતી નથી, તે તેમના બ્રહ્મચર્યવ્રતના પ્રતાપે જ છે. જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સૂવા-બેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચોટી જાય અને વસ્ત્રો મેલાં થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ સ્નાન વગેરેની ઈચ્છા ન કરવી જોઈએ. શરીર ઉપરના કે વસ્ત્રો ઉપરના મલને સહન કરી લેવો તે મલ પરીષહ છે. (૧૯) સત્કાર-પુરસ્કાર (સક્કાર પુરસ્કાર) પરીષહ : ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્ય રીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ. વ્યક્તિ પોતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કોઈ સ્થળે પોતાનો સરખો આદર-સત્કાર ન થયો હોય તો તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પોતાનો આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓએ રાખવી જોઈએ નહિ. વખતોવખત અનેક લોકો વંદન કરતા હોય તો તેથી પોતાના મનમાં પોતે કેવી પરમ વંદનીય વ્યકિત છે એવો ગર્વ પણ આણવો જોઈએ નહિ. અનેક શ્રીમંતો અને સત્તાધીશો પોતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પોતાના વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઇચ્છા મનમાં ન સેવવી જોઈએ. પોતાની ક્યાંક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાનો ભાવ મનમાં ન આણવો જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહ : સાધુ-સંતોએ ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકાર્યો હોવાથી શ્રુત સાહિત્યના સ્વાધ્યાય માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુસાધ્વીઓ નાની ઉમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉમરની કોઈ વ્યક્તિ પોતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પોતે કેવા મોટા જ્ઞાની છે એવો ગર્વ મનમાં આવવા દેવો નહિ. પૂર્વે થઈ ગયેલા તીર્થકરો, કેવલી ભગવંતો કે મહાન આચાર્યો પાસે તો પોતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું જોઈએ. જ્ઞાન તો મહાસાગર જેવું છે અને તેમાં પોતાનું જ્ઞાન તો માત્ર બિન્દુ સમાન છે એમ સમજવું જોઈએ. પોતે જ કંઈ જ્ઞાન ધરાવે છે તે સર્વજ્ઞ-કથિત અથવા તીર્થકર ભગવાને કહેલું જ છે. એમાં પોતાની માલિકીનું કશું જ નથી એમ વિચારવું જોઈએ. પોતાની પાસે Page #12 -------------------------------------------------------------------------- ________________ પરીષણ ૧૩પ શાસ્ત્રજ્ઞાન વિશેષ હોય એટલે પોતાની પાસે શંકા-સમાધાન માટે અનેક વ્યક્તિઓ આવે અને તેથી પોતાને જોઈએ તેટલો આરામનો સમય ન પણ રહે એવા કષ્ટદાયક પ્રસંગે પણ “હું ભણ્યો ન હોત તો કેટલું સારું થાત કે હું મૂર્ખ હોત તો આવી કોઈ તકલીફ ન થાત” – એવો વિપરીત ભાવ પણ મનમાં આવવા દેવો ન જોઈએ. પોતે જે જાણતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તો હું જ સાચો છું અને તમે ખોટા છો' એવો ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવો ન જોઈએ. અપેક્ષાભેદથી, જુદા જુદા નયથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવું જોઈએ. અંતે તો કેવલી ભગવંતો જે જાણે છે તે જ સાચું છે. એમ સમજી પોતાનો મતાગ્રહ છોડી દેવા જોઈએ. (૨૧) અજ્ઞાન (અન્નાણ) પરીષહ : પૂર્વનાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે કેટલાંક સાધુ-સાધ્વીઓને ઘણી મહેનતે પણ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી. સાદી સરળ વસ્તુઓ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ આણવો નહિ કે સંક્લેશ કરવો નહિ. કોઈ “મૂર્ખ” કે “અજ્ઞાની” કહી સંબોધે તો પણ માઠું લગાડવું નહિ. પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એમ સમજી, આયંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. પોતાનું જીવન વ્યર્થ છે એમ સમજવું નહિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટ પ્રવચન ધરાવનારાઓને પણ ભગવાને જ્ઞાની આરાધક કહ્યા છે તેમ ચિતવી સંતોષ માનવો જોઈએ. (૨૨) દર્શન (દંસણ) પરીષહ : આ પરીષહને “સમ્યકત્વ પરીષહ પણ કહેવામાં આવે છે. “અદર્શન પરીષહ” તરીકે પણ તે ઓળખાય છે. સાધુ-ભગવંતો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે ત્યારપછી પોતાને લબ્ધિસિદ્ધિરૂપ કોઈ ફળ ન મળે અથવા કોઈ દેવદેવીનાં દર્શન ન થાય એટલે કે પોતાની શ્રદ્ધાની કસોટીનો વખત આવે તેવા સમયે તર્કવિતર્ક ન કરતાં પોતાની શ્રદ્ધામાં દૃઢ રહે. પોતે જે કંઈ આરાધના કરી છે તેનું ફળ આ નહિ તો ઇતર જન્મમાં અવશ્ય મળવાનું જ છે અને કેવલી ભગવંતોએ જે પ્રકારે જોયું હશે તે પ્રકારે જ બનવાનું છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકામાં પોતાના સમ્યત્વને માટે સાચી શ્રદ્ધાને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનતત્ત્વ માટે જ્યારે પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પોતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવું જોઈએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ પ્રાચીન કાળમાં કોણે કોણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યા હતા તે વિશે હસ્તિભૂતિ મુનિ, શમ મુનિ, અરણિક મુનિ, ભદ્ર મુનિ, સ્થૂલિભદ્ર મુનિ, સંયમસૂરિ, સોમદત્ત મુનિ, બલભદ્ર મુનિ, સનતકુમાર ચક્રવર્તી, સાગરાચાર્ય, માતુષમારુષ મુનિ, અષાઢાચાર્ય વગેરેનાં પ્રેરક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પરસ્પર વિરુદ્ધ પ્રકારના અથવા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કોઈ એક જ પરીષહ સહન કરવાનો આવે. ઉ.ત., ઠંડી અને ગરમી એ બે પરીષહમાંથી કોઈ પણ એક સમયે સાધુને એક પરીષહ સહન કરવાનો આવે. તેવી રીતે વ્યા, નિષદ્ધા અને ચર્યા એ ત્રણમાંથી કોઈ પણ એક પરીષહ એક સમયે હોઈ શકે છે. આવી રીતે ઉપરના પાંચમાંથી ત્રણ પરીષહ બાદ થતાં કોઈ પણ સાધુને એકસાથે એક સમયે વધુમાં વધુ ઓગણીસ પરીષહ સહન કરવાના આવી શકે. જોકે એકસાથે ઓગણીસ પરીષહ સહન કરવાનો પ્રસંગ બહુ વિરલ જ હોઈ શકે. પરંતુ તાર્કિક દૃષ્ટિએ તે અસંભવિત નથી. જૈન ધર્મમાં આત્માના ક્રમિક વિકાસનાં સામાન્ય કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધીના મહત્ત્વનાં ચૌદ પગથિયાં દર્શાવવામાં આવ્યાં છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. એમાં એકથી છ-સાત ગુણસ્થાનક સુધીમાં ઘણા જીવાત્માઓ ચડઊતર કરતા હોય છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપી તીવ્ર કષાયો હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેલા આત્માને બધા જ પરીષહ સહન કરવામા આવે છે. સાતમા અને એથી ઉપરના ગુણસ્થાનકે વર્તતા જીવાત્માને ઉત્તરોત્તર ઓછા પરીષહ સહેવાના આવે છે. બારમા-તેરમાં ગુણસ્થાનકે તો અગિયાર જેટલા પરીષહ માત્ર ઉપચારથી સહન કરવાના આવે છે. વસ્તુત: અન્યની દૃષ્ટિએ જે પરીષહ છે તે તેવા ભવ્ય જીવાત્માઓ માટે પરીષહરૂપ રહેતા નથી, કારણ કે તેમની આત્મરમણતા એવી કોટિએ પહોંચી હોય છે. બારમે-તેરમે કે ચૌદમે ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનીય કર્મ છે ત્યાં શીતોષ્ણાદિ પરીષહ રહેવાના, પરંતુ તે પરીષહ તેમના માટે પરીષહરૂપ રહેતા નથી. સાધુ-ભગવંતોએ આ બધા પરીષહ સમભાવપૂર્વક મધ્યસ્થતાથી સહન કરી લેવા જોઈએ. તેમને માટે પરીષહ આર્ત કે રૌદ્ર ધ્યાનનું નિમિત્ત ન બનવા Page #14 -------------------------------------------------------------------------- ________________ પરીષહ 137 જોઈએ. જેમ જેમ દેહ ઉપરની મમતા ઓછી થતી જાય તેમ તેમ પરીષહ ઉપરનો વિજય સરળ થતો જાય. દેહ ઉપરનો રાગ ઓછો કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, દેહ અને આત્માની ભિન્નતા પ્રતીત કરવાને માટે વૈરાગ્યની અનિત્યાદિની બાર ભાવનાઓને વારંવાર ચિંતવન કરવું જોઈએ. જેઓ વૈરાગ્યની આ ભાવનાઓનું મનન-સેવન કરે છે, તેના ધ્યાનમાં લીન બની જાય છે તેઓ પરીષહ ઉપર સહજ રીતે વિજય મેળવી શકે છે. વસ્તુત: પછી તો એવી ઉચ્ચ આત્મિક દશાએ તેઓ પહોંચે છે કે જ્યારે પરીષહ એમને માટે પરીષહરૂ૫ રહેતો નથી. પરીષહ તરફ એવા ઉચ્ચ આત્માઓનું લક્ષ સુધ્ધાં જતું નથી. પરીષહજય તેમને માટે સ્વાભાવિક ઘટના બની જાય છે.