________________
૧૨૭
પરીષહની વ્યાખ્યા આપતાં અન્યત્ર કહેવાયું છે કે :
क्षुधादिवेदनोत्पात्तौ कर्मनिर्जरार्थं सहनं परीषहः ।
(ક્ષુધા વગેરે વેદનાની ઉત્પત્તિને કર્મનિર્જરાની દૃષ્ટિથી સહન કરી લેવી તેનું નામ ‘પરીષહ' છે.)
જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે બાવીસ પ્રકારના પરીષહ ગણવામાં આવ્યા છે. ‘નવતત્ત્વ પ્રકરણમાં સંવરતત્ત્વના વિવરણમાં કહ્યું છે :
खुहा पिवासा सी उन्हें दंसा चेलारईत्थिओ | चरिया निसिहिया सिज्जा, अक्कोस वह जायण ।
.
જિનતત્ત્વ
अलाभरोग तणफासा, मल सक्कार परीसहा । पन्ना अन्नाण सम्मतं इअ बावीस परीसहा ।।
૧. ક્ષુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. દંશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નૈષધિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ. ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મલ, ૧૯. સત્કાર-પુરસ્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨, દર્શન.
Jain Education International
‘ઉત્તરાધ્યયન સૂત્ર’નું આખું બીજું અધ્યયન પરીષહ વિષેનું છે. એમાં આ બાવીસ પરીષહ સમજાવવામાં આવ્યા છે. એ અધ્યયનમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે :
इह खलु बावीसं परीषहा समणेणं भगवया महावीरेणं कोसवेणं पवेइया, जे भिक्खु सोच्चा नच्चा जेच्चा अभिमुय, भिक्खायरियाए परिच्चयंतो पुट्ठो ना विहन्नेज्जा |
(કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે આ બાવીસ પરીષહ કહ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતાં જો સપડાય તો કાયર ન બને, અર્થાત્ ભિક્ષુ પરીષહથી વિચલિત ન થાય.) આ બાવીસ પરીષહમાંથી કેટલાક શારીરિક છે, કેટલાક માનસિક છે; કેટલાક અનુકૂળ પરીષહ છે અને કેટલાક પ્રતિકૂળ પરીષહ છે. વસ્તુતઃ જે અનુકૂળ પરીષહ હોય તે અનુકૂળતા કરીને કે પ્રમાદ્ય ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરીને સાધુને સંયમમાર્ગથી ચલિત કરનાર છે. જે પ્રતિકૂળ પરીષહ છે તે કષ્ટો આપીને ચલિત કરનાર છે. પરંતુ પરીષહથી વિચલિત ન થવું અને સંયમમાર્ગમાં દૃઢ રહેવું એ જ સાધુનું કર્તવ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org