________________
પરીષહ
૧૨૭ ભગવાન મહાવીરે સાધુઓને, સાધક આત્માઓને પરીષહ અને ઉપસર્ગ બંને સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય હોય છે, ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગોની સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. જે પરીષહ સહન ન કરી શકે તે ઉપસર્ગ સહન ન જ કરી શકે. પરીષહ કરતાં ઉપસર્ગમાં સામાન્ય રીતે કર્મક્ષયને વધુ અવકાશ રહેલો છે. કેટલાક પરીષહ અતિશય તીવ્ર બનતાં ઉપસર્ગમાં પરિણમે છે.
પરીષહથી ક્યારેક અશાતાનો, ક્રોધાદિ કષાયોનો અનુભવ થવાનો સંભવ રહે છે. એવે વખતે સાધુઓએ ચિત્તમાં સમતા, સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે જેથી નવાં અશુભ કર્મો બંધાય નહિ, અને ઉદયમાં આવેલાં અશુભ કર્મો ભોગવાઈ જાય. એટલા માટે પરીષહ એ સંવરનું મોટું નિમિત્ત બને છે, અને કર્મક્ષય કરવામાં મદદરૂપ થાય છે. માટે જ પરીષહ અને ઉપસર્ગ પ્રત્યે સાચા સાધકે મિત્રબુદ્ધિથી જોવું જોઈએ, પોતાના ઉપર ઉપકાર થઈ રહ્યો છે એવી ઉપકારબુદ્ધિથી પરીષહ અને ઉત્સર્ગ પ્રત્યે સાધુઓએ, આરાધકોએ વિચારવું જોઈએ.
શાસ્ત્રોમાં ગણાવેલ બાવીસ પરીષહ નીચે પ્રમાણે છે : (૧) સુધા પરીષહ :
મુનિ મહારાજે સુધા સંતોષવાને અર્થે ગોચરી વહોરવા જવું પડે છે. મુનિઓએ શાસ્ત્રોમાં બતાવેલા ૪૨ પ્રકારના દોષથી રહિત હોય એવી ભિક્ષા વાપરવાની હોય છે. કોઈ વખત શાસ્ત્રાજ્ઞા અનુસાર ગોચરી ન મળે તો સુધાનું કષ્ટ વેઠવાનું આવે છે. તેવે વખતે તે પરીષહ સાધુઓએ ઉલ્લાસપૂર્વક સહન કરી લેવો જોઈએ. આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દોષિત ગોચરી વાપરવી ન જોઈએ. વળી દોષરહિત ગોચરી ન મળે તો તેવી ગોચરી બનાવવા માટે ગૃહસ્થને સૂચના ન કરવી જોઈએ. યોગ્ય ગોચરી મળી હોય તો સારું થાત એ ભાવ પણ મનમાં ન આણવો જોઈએ. ગોચરી ન મળવાને કારણે મનમાં ખિન્નતા ન આણવી જોઈએ. સાધુ-ભગવંતોએ ગોચરીની બાબતમાં એવા ભાવનું સેવન કરવું જોઈએ કે પોતાને જો યોગ્ય ગોચરી મળશે તો સંયમની વૃદ્ધિ અને જ્ઞાનની આરાધના થશે તેમજ જો નહિ મળે તો તપની વૃદ્ધિ થશે અને સુધાવેદનીય કર્મનો ક્ષય થશે. હંમેશાં ઉદય ભાવમાં રહેતા સુધાવેદનીય કર્મને જીતવાનું કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org