________________
પરીષહ
પરીષહ જૈન પારિભાષિક શબ્દ છે. જૈન શાસ્ત્રોમાં તે અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે.
પરિષદ' શબ્દ પૂરિ + સદ ઉપરથી આવ્યો છે. પરિ એટલે ચારે બાજુ અથવા વિશેષપણે. સદ એટલે સહન કરવું. ર + સદની સંધિ થતાં પરિષદ થાય છે. (વિકલ્પ પરીસહ, પરિસહ, પરિષહ, પરીષહ પણ લખાય છે.)
પરીષહની સાદી વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે પરિપદ્યતે ત પરીપદ. (રન્નેિને તિ લિહા ) એટલે જે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરીષહ.
સહન કરવાનું કષ્ટોની બાબતમાં હોય છે. કષ્ટો શારીરિક હોય છે અને માનસિક પણ હોય છે. કેટલાંક કષ્ટો સુધા, તૃષાની જેમ શરીરની અંદરથી ઉત્પન્ન થયેલાં હોય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી જેવાં કેટલાંક કષ્ટો બહારથી ઉદ્દભવેલાં હોય છે.
સામાન્ય માણસોમાં હર્ષથી કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી હોતી. લાચારીથી મન વગર કષ્ટ સહન કરવો પડે તે જુદી વાત છે. પોતાની શારીરિક કે માનસિક તાકાત વધારવા માટે કેટલાક માણસો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાની ટેવ પાડે અને વધારે છે તે પણ જુદી જ વાત છે. યુદ્ધમાં સૈનિકો ભારે કષ્ટો સહન કરીને, ભૂખ કે તરસ વેઠીને, લાંબું અંતર ચાલીને પણ લડી શકે અથવા સાધારણ ઘવાયા હોય તો પણ ઝઝૂમી શકે, એ માટે તેઓને આરંભથી જ મોટાં ભારે કષ્ટો સહન કરવાની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. મજૂરો, નોકર-ચાકરો વગેરે વર્ગ આજીવિકા માટે ભારે વજન ઊંચકવું, સતત ઊભા રહેવું, ઉજાગરા કરવા, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારનાં કષ્ટો સહન કરે છે. પરંતુ જો તેમાં લાભ કે સ્વાર્થનું પ્રયોજન ન હોય તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા બહુ ઓછાં માણસો તૈયાર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org