SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષણ ૧૩પ શાસ્ત્રજ્ઞાન વિશેષ હોય એટલે પોતાની પાસે શંકા-સમાધાન માટે અનેક વ્યક્તિઓ આવે અને તેથી પોતાને જોઈએ તેટલો આરામનો સમય ન પણ રહે એવા કષ્ટદાયક પ્રસંગે પણ “હું ભણ્યો ન હોત તો કેટલું સારું થાત કે હું મૂર્ખ હોત તો આવી કોઈ તકલીફ ન થાત” – એવો વિપરીત ભાવ પણ મનમાં આવવા દેવો ન જોઈએ. પોતે જે જાણતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તો હું જ સાચો છું અને તમે ખોટા છો' એવો ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવો ન જોઈએ. અપેક્ષાભેદથી, જુદા જુદા નયથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવું જોઈએ. અંતે તો કેવલી ભગવંતો જે જાણે છે તે જ સાચું છે. એમ સમજી પોતાનો મતાગ્રહ છોડી દેવા જોઈએ. (૨૧) અજ્ઞાન (અન્નાણ) પરીષહ : પૂર્વનાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે કેટલાંક સાધુ-સાધ્વીઓને ઘણી મહેનતે પણ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી. સાદી સરળ વસ્તુઓ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ આણવો નહિ કે સંક્લેશ કરવો નહિ. કોઈ “મૂર્ખ” કે “અજ્ઞાની” કહી સંબોધે તો પણ માઠું લગાડવું નહિ. પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એમ સમજી, આયંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. પોતાનું જીવન વ્યર્થ છે એમ સમજવું નહિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટ પ્રવચન ધરાવનારાઓને પણ ભગવાને જ્ઞાની આરાધક કહ્યા છે તેમ ચિતવી સંતોષ માનવો જોઈએ. (૨૨) દર્શન (દંસણ) પરીષહ : આ પરીષહને “સમ્યકત્વ પરીષહ પણ કહેવામાં આવે છે. “અદર્શન પરીષહ” તરીકે પણ તે ઓળખાય છે. સાધુ-ભગવંતો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે ત્યારપછી પોતાને લબ્ધિસિદ્ધિરૂપ કોઈ ફળ ન મળે અથવા કોઈ દેવદેવીનાં દર્શન ન થાય એટલે કે પોતાની શ્રદ્ધાની કસોટીનો વખત આવે તેવા સમયે તર્કવિતર્ક ન કરતાં પોતાની શ્રદ્ધામાં દૃઢ રહે. પોતે જે કંઈ આરાધના કરી છે તેનું ફળ આ નહિ તો ઇતર જન્મમાં અવશ્ય મળવાનું જ છે અને કેવલી ભગવંતોએ જે પ્રકારે જોયું હશે તે પ્રકારે જ બનવાનું છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકામાં પોતાના સમ્યત્વને માટે સાચી શ્રદ્ધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249479
Book TitleParishaha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size413 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy