Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પરીષહ ૧૨૯ न संतसे न वारेज्जा मणं पि न पआसए। उवेह न इणे चाणे भंजते मंससोणिय।। (માંસ અને લોહીને ચૂસે – ખાય છતાં સાધુ પ્રાણીઓને સતાવે નહિ, અટકાવે નહિ, હણે નહિ એટલું જ નહિ એ માટે પોતાના મનને પણ દૂષિત ન કરે ) (ક) અચલક પરીષહ : - સાધુ મહારાજનાં વસ્ત્રો જૂનાં થઈ ગયાં હોય, ફાટી ગયાં હોય કે ચોર વગેરે કોઈ ઉઠાવી ગયા હોય તો પણ લજ્જા, ચિંતા, ખેદ ઇત્યાદિ કરે નહિ. વળી સારા વસ્ત્રની ઇચ્છા કરે નહિ. પોતાના શરીર પરનો જીર્ણ, મલિન કે ફાટેલાં વસ્ત્રને માટે મનમાં ક્ષોભ કે દીનતાનો ભાવ આવવા દે નહિ. અથવા સારાં વસ્ત્રો મેળવવા કે પહેરવા માટેની મનમાં અભિલાષા ન રાખે. જે વસ્ત્ર મળ્યું તે સમભાવથી ગ્રહણ કરે. સારું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં રાજી પણ ન થાય અને હલકું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં ખિન્ન પણ ન થાય. જિનકલ્પી સાધુઓ અથવા દિગમ્બર સાધુઓ વસ્ત્રરહિત હોય તો તેઓએ નગ્ન પરીષહને સ્વેચ્છાએ સ્વીકારી લેવો જોઈએ. તે માટે મનમાં ક્ષોભ કે લજ્જાનો ભાવ ન આવવા દેવો જોઈએ. (૭) અરતિ (અરઇ) પરીષહ : અરતિ એટલે આનંદનો અભાવ; અરતિ એટલે ગ્લાનિ, શોક, ચિંતા વગેરે. સાધુ ભગવંતને સંયમમાર્ગની આરાધનામાં કોઈ પણ પ્રતિકૂળ પદાર્થો મળે તોપણ તેથી ચિત્તમાં સંયમમાર્ગ માટે કે તેવાં નિમિત્તો માટે અરતિ કે અરુચિનો ભાવ આવવા ન દેવો જોઈએ. પોતાના જીવે પૂર્વજન્મમાં નરક કે તિર્યંચ ગતિમાં જે કંઈ દુઃખો સહન કર્યો હશે તેની સરખામણીમાં વર્તમાન પ્રતિકૂળ પદાથોનું કષ્ટ તો કશી જ વિસાતમાં નથી એવો શુભ ભાવ મનમાં સેવી અરતિ પરીષહને સહન કરી લેવો જોઈએ. (૮) સ્ત્રી (ઇન્ચી) પરીષહ : - સાધુ ભગવંતોને પાપિણી સ્ત્રીઓ તરફથી પરીષહ સહન કરવાના પ્રસંગો ક્યારેક આવી પડે છે. બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તરફ વિવિધ લાલસાઓના કારણે દુરાચારી સ્ત્રીઓને આકર્ષણ થવાના પ્રસંગો દુનિયામાં બન્યા કરે છે. એવી સ્ત્રીઓ સાધુ ભગવંતને હાવભાવ, કટાક્ષ, મધુર વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14