________________ પરીષહ 137 જોઈએ. જેમ જેમ દેહ ઉપરની મમતા ઓછી થતી જાય તેમ તેમ પરીષહ ઉપરનો વિજય સરળ થતો જાય. દેહ ઉપરનો રાગ ઓછો કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, દેહ અને આત્માની ભિન્નતા પ્રતીત કરવાને માટે વૈરાગ્યની અનિત્યાદિની બાર ભાવનાઓને વારંવાર ચિંતવન કરવું જોઈએ. જેઓ વૈરાગ્યની આ ભાવનાઓનું મનન-સેવન કરે છે, તેના ધ્યાનમાં લીન બની જાય છે તેઓ પરીષહ ઉપર સહજ રીતે વિજય મેળવી શકે છે. વસ્તુત: પછી તો એવી ઉચ્ચ આત્મિક દશાએ તેઓ પહોંચે છે કે જ્યારે પરીષહ એમને માટે પરીષહરૂ૫ રહેતો નથી. પરીષહ તરફ એવા ઉચ્ચ આત્માઓનું લક્ષ સુધ્ધાં જતું નથી. પરીષહજય તેમને માટે સ્વાભાવિક ઘટના બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org