Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૩૬ જિનતત્ત્વ માટે જ્યારે પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પોતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવું જોઈએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ પ્રાચીન કાળમાં કોણે કોણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યા હતા તે વિશે હસ્તિભૂતિ મુનિ, શમ મુનિ, અરણિક મુનિ, ભદ્ર મુનિ, સ્થૂલિભદ્ર મુનિ, સંયમસૂરિ, સોમદત્ત મુનિ, બલભદ્ર મુનિ, સનતકુમાર ચક્રવર્તી, સાગરાચાર્ય, માતુષમારુષ મુનિ, અષાઢાચાર્ય વગેરેનાં પ્રેરક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પરસ્પર વિરુદ્ધ પ્રકારના અથવા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કોઈ એક જ પરીષહ સહન કરવાનો આવે. ઉ.ત., ઠંડી અને ગરમી એ બે પરીષહમાંથી કોઈ પણ એક સમયે સાધુને એક પરીષહ સહન કરવાનો આવે. તેવી રીતે વ્યા, નિષદ્ધા અને ચર્યા એ ત્રણમાંથી કોઈ પણ એક પરીષહ એક સમયે હોઈ શકે છે. આવી રીતે ઉપરના પાંચમાંથી ત્રણ પરીષહ બાદ થતાં કોઈ પણ સાધુને એકસાથે એક સમયે વધુમાં વધુ ઓગણીસ પરીષહ સહન કરવાના આવી શકે. જોકે એકસાથે ઓગણીસ પરીષહ સહન કરવાનો પ્રસંગ બહુ વિરલ જ હોઈ શકે. પરંતુ તાર્કિક દૃષ્ટિએ તે અસંભવિત નથી. જૈન ધર્મમાં આત્માના ક્રમિક વિકાસનાં સામાન્ય કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધીના મહત્ત્વનાં ચૌદ પગથિયાં દર્શાવવામાં આવ્યાં છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. એમાં એકથી છ-સાત ગુણસ્થાનક સુધીમાં ઘણા જીવાત્માઓ ચડઊતર કરતા હોય છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપી તીવ્ર કષાયો હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેલા આત્માને બધા જ પરીષહ સહન કરવામા આવે છે. સાતમા અને એથી ઉપરના ગુણસ્થાનકે વર્તતા જીવાત્માને ઉત્તરોત્તર ઓછા પરીષહ સહેવાના આવે છે. બારમા-તેરમાં ગુણસ્થાનકે તો અગિયાર જેટલા પરીષહ માત્ર ઉપચારથી સહન કરવાના આવે છે. વસ્તુત: અન્યની દૃષ્ટિએ જે પરીષહ છે તે તેવા ભવ્ય જીવાત્માઓ માટે પરીષહરૂપ રહેતા નથી, કારણ કે તેમની આત્મરમણતા એવી કોટિએ પહોંચી હોય છે. બારમે-તેરમે કે ચૌદમે ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનીય કર્મ છે ત્યાં શીતોષ્ણાદિ પરીષહ રહેવાના, પરંતુ તે પરીષહ તેમના માટે પરીષહરૂપ રહેતા નથી. સાધુ-ભગવંતોએ આ બધા પરીષહ સમભાવપૂર્વક મધ્યસ્થતાથી સહન કરી લેવા જોઈએ. તેમને માટે પરીષહ આર્ત કે રૌદ્ર ધ્યાનનું નિમિત્ત ન બનવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14