Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૧૩૪ જિનતત્ત્વ કોગળા કરતાં નથી તેમ છતાં તેમના શરીરમાંથી કે મુખમાંથી સામાન્ય રીતે દુર્ગધ આવતી નથી, તે તેમના બ્રહ્મચર્યવ્રતના પ્રતાપે જ છે. જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સૂવા-બેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચોટી જાય અને વસ્ત્રો મેલાં થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ સ્નાન વગેરેની ઈચ્છા ન કરવી જોઈએ. શરીર ઉપરના કે વસ્ત્રો ઉપરના મલને સહન કરી લેવો તે મલ પરીષહ છે. (૧૯) સત્કાર-પુરસ્કાર (સક્કાર પુરસ્કાર) પરીષહ : ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્ય રીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ. વ્યક્તિ પોતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કોઈ સ્થળે પોતાનો સરખો આદર-સત્કાર ન થયો હોય તો તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પોતાનો આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓએ રાખવી જોઈએ નહિ. વખતોવખત અનેક લોકો વંદન કરતા હોય તો તેથી પોતાના મનમાં પોતે કેવી પરમ વંદનીય વ્યકિત છે એવો ગર્વ પણ આણવો જોઈએ નહિ. અનેક શ્રીમંતો અને સત્તાધીશો પોતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પોતાના વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઇચ્છા મનમાં ન સેવવી જોઈએ. પોતાની ક્યાંક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાનો ભાવ મનમાં ન આણવો જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહ : સાધુ-સંતોએ ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકાર્યો હોવાથી શ્રુત સાહિત્યના સ્વાધ્યાય માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુસાધ્વીઓ નાની ઉમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉમરની કોઈ વ્યક્તિ પોતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પોતે કેવા મોટા જ્ઞાની છે એવો ગર્વ મનમાં આવવા દેવો નહિ. પૂર્વે થઈ ગયેલા તીર્થકરો, કેવલી ભગવંતો કે મહાન આચાર્યો પાસે તો પોતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું જોઈએ. જ્ઞાન તો મહાસાગર જેવું છે અને તેમાં પોતાનું જ્ઞાન તો માત્ર બિન્દુ સમાન છે એમ સમજવું જોઈએ. પોતે જ કંઈ જ્ઞાન ધરાવે છે તે સર્વજ્ઞ-કથિત અથવા તીર્થકર ભગવાને કહેલું જ છે. એમાં પોતાની માલિકીનું કશું જ નથી એમ વિચારવું જોઈએ. પોતાની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14