Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ પરીયહ ૧૩૩ (૧૫) અલાભ પરીષહ ? સાધુજીવનનો નિર્વાહ યાચનાથી થાય છે, પરંતુ પોતાને ખપતી ગોચરી કે ચીજવસ્તુઓ જયાં પોતે જાય ત્યાં તરત જ તે મળી જાય એવું નથી હોતું. કોઈ વખત ન પણ મળે. આપવાની શક્તિ હોવા છતાં ગૃહસ્થ ન પણ આપે. એવે વખતે મનમાં ખેદ કે ગ્લાનિ ન કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રત્યે મનમાં તિરસ્કાર કે બીજા કોઈ પ્રકારનો દુર્ભાવ ન આણવો જોઈએ. એવે વખતે પોતાનું લાભાંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજી સમતા અનુભવવી જોઈએ. () રોગ પરીષહ : સંયમ લીધા પછી સાધુ જીવનમાં ખાવાપીવાની બાબતમાં ઘણી મર્યાદ આવી જાય છે. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ હોય છે. કેટલીક વખત પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ અને અનુરૂપ ગોચરી ન મળે તો પિત્ત, વાયુ વગેરેનો ઉપદ્રવ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીરમાં જાતજાતના રોગ પેદા થવા લાગે છે, રોગ ઉત્પન્ન થાય ત્યારે મુનિઓએ ઘનતા અનુભવવી જોઈએ. પોતાનાં અશુભ કર્મ ભોગવાઈ રહ્યાં છે એમ ચિતવી રોગ સહન કરી લેવો જોઈએ. ઉત્તમ મહાત્મા તો ઔષધ વગેરેની ઇચ્છા પણ ન કરે. રોગ વખતે સમાધિભાવમાં રહે. આવી રીતે રોગ પરીષહને જીતી શકાય. (૧૭) તૃણસ્પર્શ (તણફાસ) પરીષહ : કોઈ વખત ઘાસના સંથારામાં સૂવું પડે અને ઘાસની અણી વાગે તો તે સાહજિકતાથી સહન કરી લેવી એ તૃણસ્પર્શ પરીષહનો અર્થ છે. સાધુઓની સંયમચર્યા ઘણી કઠિન હોય છે. બેસતાં-સૂતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શ પોતાના શરીરથી સહન ન થાય તેવે વખતે પણ તે સમભાવથી સહન કરી લેવો જોઈએ અને પોતાના ગૃહસ્થ જીવનની સુવા-બેસવાની અનુકૂળ સ્થિતિને યાદ ન કરવી જોઈએ. (૧૮) મલ પરીષહ : જે મહાત્માઓ બ્રહ્મચર્યવ્રતનું અખંડ પાલન કરે છે તેમને પરસેવો કે મેલ ઓછા હોય છે. જૈન સાધુ-સાધ્વીઓ સ્નાન કરતાં નથી, ત, પ્રવાલન કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14