Book Title: Parishaha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૧૩૨ જિનત (૧૨) આક્રોશ પરીષહ : સાધુ ભગવંતોનો વેશ એવો છે કે તે જોઈને જ કૂતરાં ભસે; અદેખા કે અજ્ઞાન માણસો અપમાન કરે; પરધર્મી મનુષ્યો કઠોર વચન કહે; કોઈ તુચ્છકારે; કોઈ નિંદા કરે; કોઈ આળ ચઢાવે કે અપશબ્દો બોલે; કોઈ “દંભી', પાખંડી કહી ગુસ્સો કરે તો તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કરવો, પરંતુ પોતાના અશુભ કર્મોનો ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઈએ. (૧૩) વધ પરીષદ: કોઈ પણ માણસ વધુ પડતા લેવામાં આવી જઈને માર મારે તોપણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઈએ. કદાચ કોઈ પોતાનો વધ કરવા આવે તો તે વખતે પણ તેવી વ્યક્તિ પ્રત્યે કશો પણ અશુભ ભાવ ન ચિતવતાં “હું તો અજરામર અખંડિત આત્મા છું. એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (ાયણા) પરીષાહ ? જેમણે સંયમનો માર્ગ ગ્રહણ કરી સાધુ-જીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે યાચના કરવાના પ્રસંગો તો અનેક વાર કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના ઇંકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે “હું માગવા માટે કેમ જાઉં? મને તો શરમ આવે છે. તો તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવવો ન જોઈએ. સાધુ-જીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, લોભ કે લજ્જાનો ભાવ આવવા દેવો ન જોઈએ. પોતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાધ્વીઓને માટે કોઈ વટનો પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળા પણ ન બની જવું જોઈએ, કારણ કે એથી માત્માનું સત્ત્વ હણાય છે, તૃષ્ણા કે વાસના વધે છે. ભાગવાનો પોતાનો હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકોચ ચાલ્યો જાય છે અને આત્માની દિનતા પ્રગટ થાય છે. સાધુ ભગવંતોએ એકંદરે તો અયાચક જ રહેવું જોઈએ, પણ યાચના કરવાનો પ્રસંગ આવે ત્યારે તે પરીષહ સહન કરી લેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14