Book Title: Parishaha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૧૩) જિનતત્વ વગેરે દ્વારા આકર્ષવા માટેની સરાગ ચેષ્ટાઓ એકાંતમાં કરે છે. તેવે વખતે ભલભલા સાધુઓનું, મન, વચન કે કાયાથી કે એ ત્રણેથી પતન થઈ જાય છે એટલા માટે સાધુઓએ સ્ત્રીઓ સાથેનો એકાંત-પ્રસંગ બિલકુલ રાખવો ન જોઈએ, અને બ્રહ્મચર્યવ્રતનું નવવાડપૂર્વક સાચી નિષ્ઠાથી સેવન કરવું જોઈએ. કોઈ સ્ત્રી દુરાચારી જણાય તો તેના તરફથી પોતાના મનને નિવૃત્ત કરી લેવું જોઈએ. “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – समाए पेहाए परिव्ययंतो। सिया मणो निस्सरइ बहिद्धा ।। न सा महं नो वि अहं पि तीसे। ત્રેવ તાણી વિન્ન રાi (સમબુદ્ધિ રાખીને વિચરતાં સ્ત્રીઓ વગેરેને જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો “તે મારા નથી અને હું તેમનો નથી' – એવો વિચાર કરી તેના પરનો નેહ-રાગ નિવારવો.) आयावयाही चय सागमल्लं । कामे कमाही कमियं खु दुक्खं ।। छिंदाहि दोसं विणएज्ज रागं। एवं सुहि होहिसी संपराए।।५।। શરીરનું સુકોમળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઉણોદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરવો, ભૂખ સહન કરવી – એમ કરવાથી શબ્દાદિક કામભોગ અને તેનાથી ઉત્પન્ન થતાં રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. જેમ સાધુઓએ સ્ત્રીઓથી અને કામભોગના પદાર્થોથી વિમુખ રહેવું જોઈએ તેમ સાધ્વીઓએ પણ પુરુષો અને કામભોગના પદાર્થોથી વિમુખ બની સંયમમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ. એવા અનુકૂળ પરીષદોથી ન આકર્ષાતાં ચિત્તને દૃઢતાથી ચારિત્રશુદ્ધિમાં એકાગ્ર કરી દેવું જોઈએ. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : संगो एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ। जस्स एया परित्राया सुकडं तस्स सामण्णं ।। (લોકમાં સ્ત્રીઓ મનુષ્યોને આસક્તિના નિમિત્તરૂપ છે એવું જેમણે જાણ્યું તેમનું શ્રમણત્વ સફળ થયું સમજવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14