Book Title: Parishaha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૧૨૮ જિનતત્ત્વ ઘણું કઠિન છે. સાધુ-ભગવંતોએ ક્ષુધા પરીષહ ઉપર વિજય મેળવવાનો છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં કહ્યું છે : कालीव्वंगसंकासे किसे धमणिसंतए । मायन्त्रे असणपाणस्स अदीनमणसो चरे ॥ (ભૂખથી સુકાઈને શરીર કાગડાના પગ જેવું કૃશ થઈ જાય, નસો દેખાવા લાગે તો પણ આહારપાણીની મર્યાદા જાણનાર સાધુ મનમાં દીનતા લાવ્યા વગર વિચરે.) (૨) તૃષા (પિપાસા-પીવાસા) પરીષહ : તરસ લાગી હોય તો મુનિ મહારાજ દોષરહિત અચેત પાણી જ વાપરે. તે ન મળે તો તૃષા સહન કરે, પરંતુ ગમે તેટલી તરસ લાગી હોય તોપણ દોષયુક્ત કાચું, સચિત્ત પાણી ન વાપરે. એટલું જ નહિ, તે વાપરવાની મનમાં ઇચ્છા પણ ન સેવે. આવી રીતે ગમે તેવી તરસ લાગી હોય તો પણ તેઓ પોતાના ચિત્તને સ્વસ્થ રાખે. (૩) શીત (સીય) પરીષહ : શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી પડતી હોય તોપણ મુનિ મહારાજ તે સહન કરે. ઠંડીથી બચવા માટે પોતાની વસ્ત્રની મર્યાદા ઉપરાંત વધુ વસ્ત્રો કામળી, કામળા રાખે નહિ, અને તે માટેની મનમાં ઇચ્છા પણ કરે નહિ. પોતાના મનને સ્વસ્થ અને સ્થિર રાખી શીત પરીષહને તેઓએ સહન કરી લેવો જોઈએ. (૪) ઉષ્ણ (ઉસિણ) પરીષહ : પ્રખર ઉનાળામાં ગમે તેટલી ગરમી પડતી હોય તો પણ મુનિ ભગવંત આકુળવ્યાકુળ થયા વગર તે ગરમીથી બચવા સ્નાનાદિ ક્રિયા ન કરે, કે જળ વગેરેનો ઉપયોગ ન કરે, વળી ઔષધકીય કે અન્ય કોઈ પણ પ્રકારનો શીતોપચાર સેવે નહિ અને તે માટે ઇચ્છા પણ ન કરે. (૫) દંસ (દંસમસગ) પરીષહ : શરીર ઉપર ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરે પીડા કરે તો મુનિ ભગવંત તે સમભાવથી સહન કરી લે. તે જીવોને શરીર પરથી ઉડાવવા કે ખસેડવા પ્રયત્ન કરે નહિ અને તે જીવો વિશે મનથી અશુભ પણ ચિંતવે નહિ. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14