________________
ICC
ઈશ્વરની કેવી મરજી !
૧૦ પરમનો સ્પર્શ
પોતાની જાતને ડાહ્યો, સમજદાર અને કાબેલ માનનાર માનવી કેટલી બધી મૂર્ખામીભરી માગણીઓ ઈશ્વર પાસે કરે છે, પણ ઈશ્વર એવો સમજદાર છે કે એની બધી માગણીઓને સંતુષ્ટ કરતો નથી. એ તો એની ઇચ્છા અને એના હેતુ પ્રમાણે માનવીના જીવનને ઘડતો હોય છે. માનવીએ ઘણી ઘણી ધારણાઓ કરી હોય, પણ એ કંઈ ઈશ્વરની ધારણાઓ હોતી નથી. ઈશ્વરની ઇચ્છા જ બળવાન.
બ્રિટનથી બૅરિસ્ટર થઈને મહાત્મા ગાંધીજી ‘આસામ’ નામની સ્ટીમરમાં બેસીને મુંબઈ આવતા હતા, ત્યારે એમણે માન્યું હતું કે મુંબઈ ઊતરીને વહેલામાં વહેલી તકે પોતે રાજકોટ જઈને રાહ જોતી પોતાની વહાલસોયી માતાને મળશે અને પોતાને જોઈને માતા પૂતળીબાઈ પણ આનંદવિભોર થઈ જશે ! પોતે માતાને સચ્ચાઈપૂર્વક કહી શકશે કે એમના લાડકા દીકરા મોહનદાસે એમની આગળ લીધેલી ત્રણેય પ્રતિજ્ઞાઓ વિલાયત-(ઇંગ્લેન્ડ)માં પૂર્ણ રૂપે પાળી છે ! આ બૅરિસ્ટર મોહનદાસ ગાંધીની ધારણા હતી. સ્ટીમરમાંથી ઊતર્યા પછી એમણે એમના મોટા ભાઈ લક્ષ્મીદાસને કહ્યું કે ચાલો, જલદી રાજકોટ પહોંચી જઈએ અને માનાં દર્શન કરીએ. એ સમયે લક્ષ્મીદાસે આંખમાં આંસુ સાથે કહ્યું, “બા તો હવે આપણી વચ્ચે નથી રહી, તને યાદ કરતી કરતી એ તો સ્વર્ગે સિધાવી.”
જીવનમાં આપણે આપણી ઇચ્છા પ્રમાણે બધું કરવા ઇચ્છીએ છીએ, પરંતુ થાય છે તો ઈશ્વરની ઇચ્છા મુજબ જ. ઈશ્વર પોતાની ઇચ્છા અને હેતુ અનુસાર આપણા જીવનને ઘડતો હોય છે. આપણા જીવનને જુદા જુદા વળાંકો આપતો હોય છે. આપણે સુખથી છકી જઈએ છીએ, દુઃખથી દુઃખી દુઃખી થઈ જઈએ છીએ, જ્યારે ભક્ત નરસિંહ તો કહે છે: