Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ આ પ્રસંગ એટલું જ કહે છે કે તીર્થકરો અને ગણધરોના જ્ઞાનની અપેક્ષાએ આપણું જ્ઞાન અતિઅલ્પ છે. અતિઅલ્પ જ્ઞાનવાળા આપણે પ્રભુશાસનના પદાર્થોથી અજ્ઞાત ન રહીએ એ માટે પરોપકારમાં રત મહાપુરુષોએ દ્વાદશાંગીરૂપ શ્રુતસમુદ્રમાંથી પદાર્થોને ઉદ્ધત કરીને સહેલાઈથી સમજાય એવા પ્રકરણગ્રંથોરૂપી ગાગરમાં તેમને ઠાલવ્યા. હાલ આપણી પાસે સંપૂર્ણ દ્વાદશાંગી નથી. છતા આવા અનેક પ્રકરણગ્રંથો હાલ વિદ્યમાન છે જેનાથી આપણે દ્વાદશાંગીના કંઈક સ્વાદને માણી શકીએ એમ છીએ. આવા જ આઠ ગ્રંથોના પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવચૂરિ-ટિપ્પણીનું સંકલન પદાર્થ પ્રકાશ ભાગ-૧૫ નામના આ પુસ્તકમાં કરાયું છે. આ આઠ ગ્રંથો આ પ્રમાણે છે – (૧), શ્રીકાયસ્થિતિસ્તોત્ર (અવચૂરિ સહિત) (૨) શ્રીલઘુઅલ્પબદુત્વ (અવચૂરિ સહિત) (૩) શ્રીદેહસ્થિતિસ્તવ (ટિપ્પણ સહિત) (૪) શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (સંક્ષિપ્ત ટિપ્પણી સહિત) (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત) (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (અવચૂરિ સહિત) (૭) શ્રીઅંગુલસત્તરી (શબ્દાર્થ સહિત) (૮) શ્રીસમવસરણસ્તવ (અવચૂરિ સહિત) (૧) શ્રીકાયસ્થિતિસ્તોત્ર (અવચૂરિ સહિત) આ ગ્રંથ શ્રીકુલમંડનસૂરિ મહારાજે રચેલ છે. તેની મૂળગાથા ૨૪ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ ગ્રંથના બે વિભાગ છે. પહેલા વિભાગમાં અગિયાર ગાથાઓ વડે બધા જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બતાવી છે. પછીની ૨૩ ગાથાઓ વડે બધા જીવોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ ભાવસંવેધ બતાવ્યો છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના ૨૪મા શતકમાં અને પ્રજ્ઞાપના ઉપાંગમાં કાયસ્થિતિ અને ભવસંવેધ વગેરેનો ખૂબ વિસ્તારપૂર્વક વિચાર કર્યો છે. ગ્રંથકારે આ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 262