________________
બંને ગ્રંથોમાંથી ઉદ્ધત કરીને શ્રીકાયસ્થિતિસ્તોત્રની રચના કરી છે. આ ગ્રંથના પદાર્થોને છૂટા કરીને કોઠારૂપે સ્પષ્ટ રીતે સમજાવવાનો પદાર્થસંગ્રહમાં અમે પ્રયત્ન કર્યો છે. (૨) શ્રીલઘુઅલ્પબહુત (અવચૂરિ સહિત)
આ ગ્રંથના રચયિતા પૂર્વના કોઈ અજ્ઞાત મહાત્મા છે. તેની મૂળગાથા ૨ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તુક અવચૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ચારે દિશાઓમાં રહેલા જીવોનું સામાન્યથી અને વિશેષથી હેતુસહિત અલ્પબદુત્વ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને કોઠામાં ઢાળી વિશદ કર્યું છે. (૩) શ્રીહસ્થિતિસ્તવ (ટિપ્પણ સહિત)
આ ગ્રંથની રચના શ્રીધર્મઘોષસૂરિ મહારાજે કરેલ છે. તેની ૧૮ ગાથા છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે બધા જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બતાવ્યું છે. ગ્રંથને અંતે તેમણે એકેન્દ્રિય જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણનું અલ્પબદુત્વ પણ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને સહેલાઈથી બોધ થાય તે રીતે સમજાવ્યું છે. (૪) શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (સંક્ષિપ્ત ટિપ્પણી સહિત)
આ ગ્રંથ શ્રીધર્મઘોષસૂરિ મહારાજે રચેલ છે. તેની મૂળગાથા ૭૪ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે અવસર્પિણી અને ઉત્સર્પિણીરૂપ કાળચક્રમાં થનારા અનેક પદાર્થોનું સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે છે –
(i) પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ. (i) અવસર્પિણીના છ આરા. (iii) બધા આરાઓમાં પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય. (iv) પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય, શરીરપ્રમાણ અને આહારઅંતર.