________________
૨ ૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
9. See A. K. Majumdar, Chaulukyas of Gujarat, Bombay 1956, pp. 177. ૮. Ibid., pp. 178. ૯. અહીં એ બધા સંદર્ભોની સૂચિ આપીશ નહીં. આખરે એ મુદ્દો આ લેખમાં કહેવાની અસલી વાતને ખાસ
ઉપકારક નથી. ૧૦. મંત્રી તેજપાળના લૂણવસતીપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી છે. વસ્તુપાલના સેરિસાના
પ્રતિમાલેખોમાં પણ વિજયસેનસૂરિ જ પ્રતિષ્ઠાકર્તા છે. ૧૧. અહીં એ બધા સંદર્ભોની યાદી આપીશ નહીં. આ અગાઉ સ્વાધ્યાય પુ. ૪, અંક ૩માં શ્રી હરિશંકર
પ્રભાશંકર શાસ્ત્રીના સહલેખન સાથેનો મારો લેખ “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ” એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં પણ તે સમાવી લેવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી શત્રુંજય, ગિરનાર આદિ સ્થળોએ વસ્તુપાલ-તેજપાલના સુકૃતોની સૂચિ આપી છે, ત્યાં આ “સત્યપુરમંડન વીર'ના મંદિરની વાત અને એને આનુષંગિક અન્ય હકીકતોની નોંધ લીધી છે. તાજેતરમાં એ વિષય પર પ્રાપ્ત થયેલું નવું સ્રોત તે શત્રુંજય પરથી સમારકામમાં વાઘણપોળમાંથી મળી આવેલ મંત્રી બાંધવાનો પ્રતોલીનો લેખ છે. તેમાં પણ આ “સત્યપુરવીરનો ઉલ્લેખ છે. જુઓ આ પ્રક મુનિશ્રી પુણ્યવિજયજી, “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિ લેખો,”
શ્રી મહાવીર જૈન વિદ્યાલય મહોત્સવ અંક, મુંબઈ ૧૯૬૮, પૃ. ૩૦૬-૩૦૮. ૧૨. જુઓ અમારો ઉપર કથિત “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ”વાળો લેખ, પૃ. ૩૧૭. એ
નોંધ જિનહર્ષગણિના વસ્તુપાલચારિત્ર (સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧) ઉપરથી ત્યાં લીધેલી. ૧૩. વિજાપુરમાં જિન વાસુપૂજયનું પણ એક દેવાલય હતું. સં. ૧૩૨૮ ? ઈ. સ. ૧૨૭૨માં શ્રી કુમારગણિએ
રચેલી અભયદેવચરિતની સંસ્કૃત પ્રશસ્તિમાં પ્રસ્તુત જિનાલયના ઉપલક્ષમાં એ કાળ આસપાસ જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેવકુલિકાઓના ઉલ્લેખ છે : (જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૯૨.) સં- ૧૩૧૭ | ઈ. સ. ૧૨૬૧માં એ મંદિર પર ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સુવર્ણધ્વજદંડકલશ ચઢાવ્યાની વાત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલ શ્રાવકધર્મપ્રકરણની પ્રશસ્તિના આધારે પં, અંબાલાલ શાહે નોંધી છે : (જુઓ જૈનતીર્થ, પૃ. ૯૨). હવે જો આ મંદિર ઈ. સ. ૧૨૬૧ પૂર્વનું હોય તો પેઢા અને લાહડે કરાવેલ દેહરીઓ કદાચ આ વાસુપૂજયસ્વામીના પ્રાસાદના ઉપલક્ષમાં પણ હોવાની ત્રીજી શક્યતા ઊભી થાય છે. વિજાપુરના કયા
જિનાલયમાં તેમણે દેરીઓ કરાવી તેનો જરા સરખો ઇશારો શિલાલેખોમાંથી મળતો નથી. ૧૪. જુઓ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈનલેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ઉજ્જૈન
વડોદરા વિ. સં. ૧૯૯૪, પૃ. ૧૩-૧૪૫, શિલાલેખ ક્રમાંક ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૫૪ અને ૩૫૫. પબાસણના કુલ ૬ લેખો હોવા જોઈએ પણ પાંચ મળ્યા છે. તેના ખુલાસામાં મુનિશ્રી જયંતવિજયજી નોંધે છે કે “છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે ક્યાંય આપી દેવામાં આવી હશે; તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલી છે એટલે આ કુટુંબનો એક લેખ અહીંથી નષ્ટ થયો છે.” (એજન, પૃ. ૪૩૫). અહીં આ તમામ લેખોનું સંકલન ઉપર્યુક્ત લેખ સંદોહ પરથી પરિશિષ્ટમાં તુલનાર્થે આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org