________________
૧00
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અહીં વિમલવસહીના હાર્દમાં છુપાયેલી, વિદ્વજનોને ઉપયોગી નીવડે એવી, સંબદ્ધ સંશોધનાત્મક સામગ્રી રજૂ કરવા વિચાર્યું છે.
મંત્રીશ્વર વિમલે નિર્માણ કરાવેલ જિનાલયમાં એમનો કે એમના સમયનો કોઈ જ લેખ મળી આવ્યો નથી. પ્રાપ્ત લેખોમાં જૂનામાં જૂનો લેખ દેવકુલિકા ક્રમાંક ૧૩માં સં૧૧૧૯ઈ. સ. ૧૦૬૩માં શાંત્યામાત્યની પત્ની શિવાદેવીએ ભરાવેલ પ્રતિમાઓ છે; પણ તેમાં વિમલમંત્રી કે વિમલવસતીનો ઉલ્લેખ નથી, જો કે પરંપરાથી આ દેવાલય વિમલનિર્મિત મનાતું આવ્યું છે અને ૧૪મા-૧૫મા શતકના ગ્રંથોમાં આ મંદિરના નિર્માણ-સંબદ્ધ, દેડપતિ વિમલ અનુલક્ષિત દંતકથાનાં આલેખનો મળી આવે છે.
પણ આ મંદિરનું નિર્માણ મૂળે મંત્રીશ્વર વિમલે કરેલું તેમાં સંદેહ ન રાખવા માટે ૧૨મા શતકના મધ્યભાગનાં બેએક અભિલેખીય પ્રમાણો વિમલવસહીમાં જ મોજૂદ છે. જેમકે ત્યાં દેવકુલિકા ક્રમાંક ૧૦ની અંદર રહેલ મંત્રી પૃથ્વીપાલના પિતરાઈ છે. દશરથના સં. ૧૨૦૧ | ઈસ. ૧૧૪પના પ્રશસ્તિલેખમાં મંત્રી વીરના પ્રથમ પુત્ર નેઢ વિશે કહ્યા પછી આગળ ચાલતાં કહ્યું છે કે “(વીરમંત્રીનો) બીજો દ્વતમતાવલંબિત દંડાધિપ વિમલ (નામનો પુત્રો હતો, જેણે અહીં ભવસિંધુ પરના સેતુ સમાન ઊંચું (જિન) વેશ્મ કરાવ્યું. આ સિવાય દેવકુલિકા ક્રમાંક ૫ માં કેલ્હા-વોલ્વાદિ સૂત્રધારોએ ભરાવેલ જિન કુંથુનાથની પ્રતિમાના સં૧૨૦૨ / ઈ., સ. ૧૧૪૬ના લેખમાં તેની પ્રતિષ્ઠા “શ્રી વિમલવસતિકાતીર્થે” થયાનું સ્પષ્ટપણે જણાવ્યું છે“.
આ મંદિર દંડનાયક વિમલે કઈ સાલમાં બંધાવેલું તે વિશે કોઈ સોલંકીકાલીન અભિલેખીય કે વાયિક પ્રમાણ તો હજી સુધી જડ્યું નથી : પણ તેના સં. ૧૩૬ ૮ ! ઈ. સ. ૧૩૧૨માં થયેલા ભંગ પશ્ચાત, સં. ૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં થયેલા જીર્ણોદ્ધાર સંબંધના પ્રશસ્તિલેખમાં, યુગાદિદેવનું આ મંદિર દંડાધિપ વિમલે વિસં. ૧૦૮૮ |
ઈ. સ. ૧૦૩૨માં કરાવ્યાની નોંધ મળે છે. પ્રસ્તુત જીર્ણોદ્ધાર પછી થોડાક સમય બાદ જિનપ્રભસૂરિએ એમના કલ્પપ્રદીપ અંતર્ગત દીધેલા “અન્દાદ્રિકલ્પમાં જીર્ણોદ્ધારની સાલ શ૦ સં. ૧૨૪૩ ઈ. સ. ૧૩૨૨ આપવા ઉપરાંત મૂળ મંદિર દંડપતિ વિમલે વિ. સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨માં બંધાવ્યાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. આ સમયથી લઈ ૧૫મા શતક સુધીના કેટલાક પ્રબંધો, ચરિત્રાત્મક રચનાઓમાં આ જ મિતિ નિર્વિવાદ આપવામાં આવી છે. જેમકે રાજશેખરસૂરિના પ્રબંધકોશ (સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૩૯) અંતર્ગત
વસ્તુપાલપ્રબંધ'', પુરાતન-પ્રબંધસંગ્રહમાંની B સંજ્ઞક પ્રબંધાવલી–જેનો કાળ રત્નમંડનસૂરિરચિત ઉપદેશતરંગિણી (સં. ૧૪૬૧ | ઈ. સ. ૧૪૦૫) પૂર્વેનો હોવા વિશે સંપાદકે અટકળ કરી છે; તત્પશ્ચાત્ જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org