Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચૌમુખ મંદિરની ફરતા ઘણા પાષાણી ઊભા ફલકરૂપી સ્તંભોથી વીંટળાયેલો મંડપ હતો (હાલ વિનષ્ટ), જેનો નિર્દેશ યાત્રી કવિએ “બસો થંભ” દ્વારા કર્યો છે. અને ઉપર ચતુસ્તલને તે ઉપર શિખરયુક્ત ભાગ હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યો છે. શક સંવત ૧૩૦૦ અને ૧૩૧૪ (ઈ. સ. ૧૩૭૮-૧૩૯૨) વચ્ચેના ગાળામાં દંડનાયક સોમષ્ણના પુત્ર રામષ્ણની પત્ની રામકે અહીં તીર્થંકર અનંતનાથની વસતી કરાવેલી તે આ તો નહીં હોય? એક નેમિનાથની પ્રતિમા અજણ શ્રેષ્ઠીએ કરાવી તેવો, તેના સાલ વગરના પણ અંદાજે ૧૫મા શતકના લેખમાં ઉલ્લેખ કરેલો છે, જે કદાચ અહીં ચિત્ર ૯માં રજૂ કરેલી પ્રતિમા હશે. મૂડબિદરીના એક ૧૫મી-૧૬મી શતાબ્દીના તામ્રપત્રમાં ગેરસોખેની લલિતાદેવી દ્વારા નિર્માપિત વસતીને અપાયેલ દાનનો ઉલ્લેખ છે. યેડેહલ્લિના શ. સં. ૧૫૬, ૧૫૦૭, અને ૧૫૦૯(ઈ. સ. ૧૫૮૪, ૮૫, ૮૭)ના એમ ત્રણ શિલાલેખોમાં ગેરસપ્પના (મુનિ) વીરસેનદેવને મળેલાં ભૂમિદાનોની વિગતો અપાયેલી છે. તો ઊલટ પણે ગેરસપ્પના ઈમ્યુડિ દેવરાય ઓડેયરે લક્ષ્મણેશ્વરનગરની શંખજિન-વસતિને આપેલ દાનની વિગતનો સોદેના શ. સં. ૧૪૪૫-ઈ. સ. ૧૫૨૨ના લેખમાં ઉલ્લેખ છે. આ લેખ ઉપરથી વિશેષમાં ગેરસપ્ટેનું અપર નામ લેમપુર હતું તેવી માહિતી મળે છે. આ સિવાય હુમ્બના જૈન યક્ષી પદ્માવતીના મંદિરના પ્રાંગણમાં રહેલ આ. શ. સં. ૧૪પર–આ. ઈ. સ. ૧૫૩૦ના શિલાલેખમાં દિગંબરાચાર્ય વિદ્યાનંદસ્વામી ગેરસપ્પના જૈન મુનિગણને યોગાગમમાં દોરવણી આપતા રહેતા એવી હકીકત નોંધાયેલી છે. આ તમામ ઉલ્લેખો-પ્રમાણો જોતાં ગેરસપ્પની અને ત્યાં જૈન સમાજની ઈસ્વીસન્ના ૧૫મા-૧૬મા શતકની જાહોજલાલીની તેમ જ એ પંથકન્તુળનાડ––માં એ શહેર વિજયનગર યુગમાં મહત્ત્વનું રાજકીય, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હોવાની પૂર્ણ પ્રતીતિ થાય છે. પણ ગેરસપ્પા આબાદ હશે ત્યારે શોભતું હશે તેથીયે વિશેષ આજે વનરાઈથી ઘેરાયેલ એનાં ખંડિયેરોથી શોભે છે એવો પ્રકલ્પ સહેજે જ ઊઠી આવે છે. ટિપ્પણો : 9. Cf. H. Cousens, Chalukyan Architecture of The Kanarese Districts ASI, (IS), Vol XLII, Calcutta 1926, pl. CXXXIII, (તથા જુઓ અહીં પ્રસ્તુત પુનર્મુદ્રિત તળદર્શન) ૨. કઝિન્સ પણ લખે છે : The Shairvati was the most beautiful river he [Della Valle] had ever seen......" "It is in the lower reaches of the river, just below the falls, in the bosom of the well-nigh impenetrable and silent forests that the old site of the city lies". (Chalukyan, p. 126) 3. Annual Report of Indian Epigraphy, 1956-57, p. 65, Shimoga No. B. 215. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406